સુરત ના યુવાને આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ એવુ છે કે જાણીને…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાંથી સામી આવી રહી છે જ્યા વરાછા વિસ્તારમાં યોગી ચોક ખાતે છેલ્લા ઘણા સમયથી પતિને એકલા છોડી પિયર રહેતી પત્નીના માનસિક ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હતો. પત્ની દ્વારા પતિને સાથે રહેવા દરમિયાન સતત ઝઘડા કરવામાં આવતાં હતાં. જ્યારે પિયર ગયા બાદ પણ પોલીસમાં અરજીઓ કરવામાં આવી હતી. જેથી સતત ટેન્શનમાં રહેતા યુવકે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દઈને આપઘાત કરી લીધો હતો.જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વાત કરીએ તો વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતેના સાવલિયા સર્કલ પર દેવુ રેસીડેન્સી ખાતે રહેતા મેહૂલ રમેશભાઈ ગેલાણી(ઉ.વ.આ.35)ના એ આપઘાત કરી લીધો હતો. મેહૂલભાઈએ ગઈકાલે પોતાના ઘરના રસોડામાં છતના પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં સંબંધીઓને જાણ થતાં મકાનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવાર ખુબજ ગમનો માહોલ થવા પામ્યો હતો.

તેમજ પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું કે, મેહૂલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતાં. આ દરમિયાન મેહૂલ પોતાના કામ ધંધામાં પણ ધ્યાન આપી શકતો નહોતો. સતત ઝઘડાઓ બાદ છેલ્લા ઘણા સમયથી મહેલની પત્ની પિયર જતી રહી હતી. ત્યાંથી પણ મેહૂલ સામે પોલીસમાં અરજીઓ કરવામાં આવતી હતી. જેથી સતત ટેન્શનમાં રહેતા આખરે મેહૂલે આપઘાતનું પગલું ભરી લીધું હતું. મેહૂલના પરિવાર દ્વારા પણ આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.