વાપી ના યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા એવી વાત લખી કે જાણી ને આંચકો લાગશે…જુઓ

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. પત્નીને સંબોધી આવતા જન્મમાં મળીશું પોસ્ટ કરી વાપીના આધેડે નહેરમાં કૂદી આપઘાત કર્યો.

વાત કરીએ તો આ આપઘાતની ઘટના મહિસાગર જિલ્લાના સાવલીમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા અમિતકુમાર પરમારના મામા રમેશભાઈ રત્નાભાઇ માહ્યાવંશી રહે.મહાલક્ષ્મી એવન્યુ બલીઠા વાપીના લગ્ન પાંડવા મૂકામે થયા હતા અને તેઓ વાપીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં એક દીકરો ઉં.20 અને તેનાથી નાની દિકરી ઉં.18 છે. રમેશભાઇ ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તા.16 ઓક્ટોબરના સાંજના ચાર વાગ્યાના અરસામાં વાપીથી રમેશભાઈ સાવલી ગયા હતા. ત્યાં ભાણા અમિતકુમારને કહેલ કે મામીને કામકાજ બાબતે ઠપકો આપતા તે દિકરા અને દિકરીને લઈ પાંડવા આવી ગઇ હતી.

આમ જેથી ફોન કરી હું છોકરાઓને લેવા આવુ છુ તેમ કહેતા પત્નીએ કહેલ કે અહીંયા આવતા નહી, અને આવશો તો તમારા હાથ-પગ તોડી નાખીશું કહી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. પિયર પક્ષના સાસુ-કમળાબેન, સાળી-કૈલાશબેન, સાળા-નરેશભાઇ, સાળી- કલાબેન, સાળી હંસાબેન અને પત્ની જ્યોતિબેન લગ્ન સમયથી પૈસાની લેવડદેવડ તેમજ નાની બાબતોમાં હેરાન કરી ત્રાસ આપે છે. જેથી હુ કંટાળી આત્મહત્યા કરી લઈશ તેવી વાત કરી હતી. તા.18 ઓકટોબરના રોજ રમેશભાઇએ વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હતું જેમાં લખેલ કે જ્યોતિ હવે આવતા જનમમાં મળીશુ બાય.

અમિતકુમારે મામાને ફોન કરી પૂછેલ કે આવુ સ્ટેટ્સ કેમ મૂક્યું છે, તેમ છતાં તેઓ કંઇ બોલ્યા ન હતા અને મામી ફોન ઉપાડતા ન હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ રમેશભાઇને વારંવાર ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડતા ન હતા. થોડા સમય બાદ ફરી ફોન કરતા કોઇ અજાણ્યા ઇસમે ફોન ઉપાડી કહેલ કે ફોનવાળા ભાઈ કેનાલમાં કૂદી ગયા છે. આમ હે બાદ પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા મામા રમેશભાઈનો થેલો અને ડાયરીમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ બાદ મૃતક રમેશભાઇની કેનાલમાં શોધખોળ કરતા શુક્રવાર સવારે ડાભસર ગામની સીમમાંથી મહી કેનાલમાંથી લાશ મળી આવી હતી.

મૃતક રમેશભાઇના ભાણા અમિતકુમાર પરમારની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આમ તમને જણાવીએ તો પોલીસે કબ્જે કરેલ ડાયરીમાં સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પત્ની, સાસુ, સાળા, અને ત્રણ સાળી મારૂ ઘર ચાલવા દેતા નથી, આપને નમ્ર અરજ, મને મારા ઘરના સંબંધીઓ, કંબોપાના ગ્રામજનો ન્યાય આપો તેવી મારી લાગણી ભરી આશા રાખુ છું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *