લાલચ બૂરી બલા હૈ ! 500 ગ્રામ સોનાની ચોરી માટે યુવકે કરી આ હરકત…ઘટના જોઈ ચૌકી જશો….

આજના સમયમાં દેશમાં ચોરીનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધવા લાગ્યુ છે…અને એમાં જો સોનાની ચોરી અંગેની વાત હોય તો લોકો એ મેળવવા માટે અજીબ પ્રકારનાં રસ્તાઓથી સોનાની દાણચોરી કરતાં હોય છે..જેમાં આપણને એવું થાય કે વ્યક્તિ આટલું મગજ ચોરીમાં લગાવે છે એના કરતા કોઈ સારા કાર્ય માટે ઉપયોગ કરતા હોય તો ઉદ્ધાર થઈ જાય..પરંતુ સોનાની દાણચોરી અંગેનો એક અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે જે ઘટના જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો અને ચોરીની આ રીતથી તમે પણ ચોંકી ઉઠશો

વાપી રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક યુવક પાસેથી DRIની ટીમે 500 ગ્રામ જેટલું સોનુ ઝડપ્યું હતું..મૂળ ઘટના એ હતી કે મુળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકે દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ આવ્યો હતો ત્યારબાદ એ વ્યક્તિ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહી રહ્યો હતો ત્યારે આ અંગેની જાણ DRI ટિમ ને થતા એમણે સુરત અને વાપી રેલ્વે સ્ટેશન પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એ સમયગાળા દરમિયાન DRI ટીમે શંકાના આધાર પર આ યુવકને પકડી તેની અટકાયત કરી અને તેની પૂછપરછ અને શારીરિક તપાસ કરી હતી…

એ તપાસ કરતા જે ઘટના સામે એ જોઈ સૌ લોકો ચૌકી ગયા હતાં. એ વ્યક્તિ પાસેથી અંદાજે 25 લાખની કિંમતનું 500 ગ્રામ જેટલુ સોનુ મળી આવ્યું હતી જે તે વ્યક્તિએ સોનાને બે ભાગમાં વહેંચી અને તેના ગુદામાર્ગમાં છુપાવી દીધુ હતુ.આ સોનાને યુવક ગુદા માર્ગમાં છુપાવી અને દાણચોરી કરી તેને અમદાવાદ લાવ્યો હતો.આ બાબત અંગેની જાણ થતાં ખુદ DRI ટિમની પણ આંખો પહોળી થઇ ગઇ હતી… આ અંગે DRI ટીમે આ સોનું કબ્જે કરીને તેની પર કાયદાકીય કાર્યવાહી કરી હતી…આમ સુરત અને વાપીની DRI ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે…

આવી અમુક ઘટના જોઈને આપણને એવું થાય કે ખરેખર દેશમાં આવા લોકો પણ છે,સાવ આવું મૂર્ખાઈભર્યું વર્તન કરે છે…એટલે જ કહેવાય છે ને સંપત્તિની લાલચ માણસને કોઈ પણ હદ સુધી લઈ જાય છે પરંતુ ચોરેલી સંપત્તિ પણ લાંબો સમય ટકતી નથી એ પણ સત્ય છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *