ડુંગળી ખાતા વખતે જ નહી પણ સુતી વખતે પાસે રાખવાથી એવા ફાયદાઓ થાય છે કે ચોંકી જશો! પુરુષો ખાસ વાંચે…
ડુંગળી કોણ ખાતું હોતું નથી ભારતીય ભોજનમાં ડુંગળી એક મહત્વની ભૂમિકા નિભાવે છે. ભલે તેનો ઉપયોગ મસાલા,ગ્રેવી અથવા સલાડના રૂપમાં થતો હોઈ. તેમજ ડુંગળી આપણને ઉનાળામાં હીટ સ્ટ્રોક થી બચાવે છે જે ખુબજ ફાયદાકારક બાબત છે. તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે તેટલીજ તે શરીર અને વાળ માટે ફાયદાકારક હોઈ છે.
આજે તમને ડુંગળીના એવા ફાયદા જણાવશું જે ખાધા વગર પણ ઘણી ઉપયોગી છે ભારતીય વાનગીઓમાં ડુંગળી એક મહત્વનો ભાગ છે. આમ ડુંગળી વિના ભોજન અધૂરું માનવામાં આવે છે તેથી મસાલા અને સલાડના રૂપમાં ડુંગળી નું જરૂર સેવાન કરવામાં આવતું હોઈ છે. તેમજ ડુંગળીના ઘણા એવા પણ ફાયદા છે જેનું સેવન કર્યા વગર પણ થાઇ છે જે બહુ ઓછા લોકો જાણતા હશે. આવો તમને તેના ફાયદા વિષે જણાવ્યે.
ડુંગળીને બેડ પાસે રાખવાથી પણ ફાયદા મળે છે. ડુંગળી માં એન્ટી બેક્ટેરીયલ ગુણ હોઈ છે જેના લીધે તે તમને શરદી અને ફ્લુ થી બચાવે છે. આમ તમે પણ ડુંગળીનો કટકો સુતી વખતે તમારી પાસે રાખો તેનાથી તમને ઊંઘ પણ આવી જશે અને શરદી તેમજ ફ્લુ થી બચી પણ જશો. જુના જમાનામાં લોકો આવીજ રીતે સુતા પહેલા ડુંગળી પાસે રાખતા હતા. તેમજ ઉનાળાની ઋતુ માં મચ્છરો થી પણ છુટકારો આપશે ડુંગળી. ડુંગળીની તિક્ષ્ણ વાસના ને કારણે મચ્છર પણ નજીક આવતા હોતા નથી.
અન્ય ફાયદાઓ એ છે કે પગને ડીટોક્સ કરવા અને લોહીનું પરિભ્રમણ સારું કરવા માટે ડુંગળીને પગ પર ઘસીને સુવાથી ફાયદો માળે છે. જો તમને કોઈ જીવ જન્તુ કરડી ગયા હોઈ તો ડુંગળીનો રસ લગાડવાથી બળતરામાંથી આરામ મળે છે જો કોઈ નાક માંથી લોહી નીકળતું હોઈ તો ડુંગળીના રસના ટીપાં નાખવાથી રાહત માળે છે. આમ આ પ્રમાણે ડુંગળીના ફાયદાઓ આપણ ને જોવા મળી રહે છે.