ભારતમાં આ જગ્યાએ આવેલુ છે ‘કુવારાનું ગામ ‘ આ ગામના કોઈ છોકરાએ લગ્ન નથી કર્યા જેની પાછળનું કારણ બહું જ રોચક છે…જાણો વિગતે..

દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે.દરેક લોકો લગ્નને લઈને અનેક પ્રકારના આયોજનો અગાવથી જ કરી લેતા હોય છે કે હું લગ્નમાં આમ કરીશ તેમ કરીશ એમ અનેક પ્રકારના સપના જોતા હોય છે.દરેક લોકો માટે લગ્ન એ એવો અવસર હોય છે જે જીવનનો સૌથી ખૂબસૂરત પલ ગણવામાં આવે છે.અને દરેક કુંવારા લોકો માટે તો લગન એક તહેવાર જ જોઈ લો કે જે પછી બીજી વાર કયારેય જોવા નહિ મળે.આથી તેઓ પોતાના લગ્નને લઈને ભારે ઉત્સુક જોવા મળે છે. દરેક લોકો સાચા સમયની સાથે લગ્નની ઉંમર થતા લગ્ન વિશે વિચારવાનું શરૂ કરી દેતા હોય છે અને પોતાના જીવનસાથી ને મેળવવા ઇચ્છતા હોય છે.

પરંતુ ઘણા લોકો એવા જોવા મળે છે જે ઉંમર થતા પણ લગ્નની સહેનાઈ વાગતો હોતી નથી અને કુંવારા જ બની જીવન ભર ફરતા હોય છે.આમાં પણ જો એક કે બે બાળકનું લગ્ન ના થતું હોય તો પણ માટે પિતા અનેક ઉપાયો કરતા હોય છે કે જેથી તેમના બાળકના લગ્ન થઈ થાય.પરંતુ જ્યારે કોઈ આખા ગામમાં જ કોઈ યુવાનના લગ્ન ના થયા હોય તો .હાલમાં આવો જ એક અજીબ કિસ્સો જોવા મળયો છે જ્યાં એક કે બે યુવાન નહિ પરંતુ આખું ગામ જ એવું જોવા મળ્યું છે કે જે કુંવારા લોકોથી ભરાયેલું જોવા મળ્યું છે.બિહારમાં એક એવું ગામ જોવા મળ્યું છે કે જ્યાં રહેતા કુંવારા લોકો લગ્ન કરવા તો ઈચ્છે છે પરંતુ તેમના લગ્ન થઈ શકતા નથી.આથી આ ગામને’ કુંવારા નું ગામ’ કહેવામાં આવે છે.

સાંભળવામાં આ થોડુ ફિલ્મી લાગશે પરંતુ આ સત્ય છે. બિહારની રાજધાની પટના થી ૩૦૦ કિલો મીટર દૂર ‘બરવા કાલા ‘નામનું ગામ આવેલું છે આ ગામમાં કોઈ પણ દીકરીના લગ્ન કોઈ કરવા ઈચ્છતું નથી.આ સાંભળી ને થોડું અજીબ જરૂર લાગશે કે બરવા કલા ગામની દિકરી ના પિતા તે ગામના કોઈ પણ છોકરાની સાથે પોતાની દીકરીના લગ્ન કરવા તૈયાર નથી.જેની પાછળ તેઓ અનેક કારણ જણાવી રહ્યા છે. સ્થાનિક લોકો નું કહેવું છે કે ગામ ખૂબ જ પછાત હોવાના કારણે આ ગામના દીકરીના માતા-પિતામાંથી કોઈ પણ પોતાના બાળકના લગ્ન કરાવવા ઈચ્છતા નથી.સાથે જ આ ગામમાં પ્રાથમિક સુવિધા જેવી કે રસ્તા, આરોગ્ય અને શિક્ષણનો પણ અભાવ જોવા મળે છે. આજ કારણ છે કે અહીંના યુવાન છોકરાઓ કુવારા છે અને તેઓ ઈચ્છતા જોવા છતાં લગ્ન નથી કરી શકતા.

સ્થાનિક લોકો જણાવે છે કે ઘણી જ કોશિશ કર્યા પછી ૨૦૧૭ ના વર્ષમાં એક યુવક ના લગ્ન થયા હતા.જે લગ્ન કરાવવા માટે આખા ગામના લોકોએ મહેનત કરી હતી.પહાડીઓ અને જંગલને કાપીને ગામના લોકોએ ૬ કિલોમીટર નો એક રસ્તો બનાવ્યો હતો.વર્ષો પછી અજયકુમાર ના લગ્ન થયા.ત્યારે ગામના લોકોએ તેનું ભવ્ય સ્વાગત એક સેલિબ્રિટી ની જેમ કર્યું હતુ.આ ગામના લોકોની વર્ષોની મહેનત પછી ૨૦૧૭ માં એક યુવકના લગ્ન થયા હોવાથી આખા ગામમાં જશ્ન મનાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ આજ સુધી તે ગામમાં કોઈ પણ ના લગ્ન થયા નથી.જે અંગે થોડા અન્ય કારણો પણ ગામના સ્થાનિક લોકો જણાવે છે.

જેમ કે ગામમાં લગ્ન કરવા માટે ગામથી દૂર આવેલા ગેસ્ટ હાઉસને બુક કરાવીને લગ્નની તમામ વિધિ કરવી પડે છે. કારણ કે ગામમાં કોઈ રસ્તો નથી. કૈમુર પર્વતની પાસેના બરવા કાલા ગામમાં ૧૨૧ લોકો હજુ પણ કુવારા છે.લોકો જણાવે છે કે ૫૦ વર્ષથી આ ગામના કોઈ પણ ના ઘરે દીકરાના લગ્ન થયા નથી.૨૦૧૭ માં અજય યાદવ નામના યુવાનના લગ્ન થયા હતા.આથી આ ગામને કુવારા નું ગામની સંજ્ઞા પણ આપવામાં આવી છે.આ ગામના લોકોની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી.આ એક કારણે પણ બીજા ગામના દીકરી આ ગામમાં આવવા તૈયાર થતી નથી.ગામના લોકોનું કહેવું છે કે રાજ્ય સરકાર ના કારણે જ ગામની આ હાલત છે.

ગામનાં લોકોનું કહેવું છે કે બીજા ગામના માતા પિતા તેમની દીકરીના લગ્ન આ ગામના છોકરા ની સાથે કરાવવા ઈચ્છતા નથી.જે આ પ્રદેશની સરકારની નાકામયાબી દર્શાવે છે.કેમકે રાજ્યની જનતાને મૂળ અધિકારો અને પ્રાથમિક સગવડો સરકાર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે આથી પ્રદેશ સરકારે તેમની જવાબદારી સારી રીતે નિભાવીને સાચી દિશામાં પગલાં ભરવા જરૂરી છે અને ગામના આ હાલતને સારા કરવા બહુ જરૂરી છે.આ ગામનાં વિકાસ માત્ર સરકાર ધ્યાન આપી રહી નથી.અહી રસ્તા, પાણી અને વીજળી ની સમસ્યા અનેક વર્ષોથી ખરાબ છે.સાથે જ ગામની ૪૫ કિલોમીટર ના અંતરે પોલિસ સ્ટેશન આવેલું છે.ગામમાં આવેલા ૧૨ હેડપંપ સુકાઈ ગયા છે અને ગામમાં પીવાનું પાણી ના આવતું હોવાથી ૨ કિલોમીટર દૂર થી પાણી ભરીને લાવવું પડે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *