ગુજરાતના આ ગામમાં એવું મંદિર આવેલું છે કે જ્યાં નાગ દેવતા સાક્ષાત દર્શન આપવા આવે છે અને દરેક ભક્તોને…જાણો વિગતે
ગુજરાત માં ઊંઝા તાલુકાના દાસજ ગામ માં આવેલું આ મંદિર મહેસાણા ના લોકો માં ખુબજ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન જમીનમાંથી પ્રગટ થયા હતા. આ મંદિર ખુબજ જુના મંદિરો માંનુ એક છે.આ મંદિર માં નાગદેવતા ની પૂજા થાય છે અને દરવર્ષે ઉજવાતા તહેવાર માં સાક્ષાત નાગ ની પૂજા કરવામાં આવે છે.
લોકકથા અનુસાર આશરે 1200 વર્ષ પહેલા દાસજ ની પુષ્પાવતી નદીના તટે દાસજીયા ગોગા મહારાજ સ્વયંભૂ રાફડા માંથી પ્રગટ થયા હતા એવું લોકો નું કહેવું છે. જયારે આ મંદિર બન્યું ત્યારે મંદિર ની ભૂમિ જંગલ જેવી હતી જેને દાસજીયા ગોગા મહારાજ મંદિર ના વ્યવસ્થાપક કમિટી એ ખુબજ સારું બાંધકામ કરાવી ને આ મંદિર ને રમણીય બનાવ્યું હતું જ્યાં હવે લોકો ને ખુબજ માજા આવે છે. ફેમેલી ને લાવવા માટે ખુબજ સારી જગ્યા છે.
ઊંઝા તાલુકાના દાસજ ગામે દાસજીયા ગોગા મહારાજની ઊજાણી ઉત્સવ ઊજવાયો હતો. જૂના જમાનામાં પશુઓ, જાનવર માટે અત્યારની જેમ દવાખાના ન હોતા, તેમજ ચોમાસા જેવી સિઝનમાં જ્યારે ગામ ઉપર આફત આવે કે રોગચાળો ફાટી નીકળે ત્યારે લોકો ઇષ્ટદેવને શરણે જઇને બાધા આખડી રાખતા અને શાંતિ માટે પ્રાર્થના કરતા હતા.
જેમાં દાસજ ગામે પણ લોકોને ઇષ્ટદેવ દાસજીયા ગોગા મહારાજની કૃપા ફળી હતી. એના ફળ સ્વરૂપે દર વર્ષે ભાદરવા માસમાં ઊજાણી ઊજવે છે.આ ઉત્સવની વિશેષતા એ છે કે, દાસજ ગામના દરેક જ્ઞાતિના લોકો ગોગા મહારાજે કરેલા આદેશ દ્વારા આ દિવસે કોઇપણ મિટિંગ વગેરે કર્યા વિના પોતાની નૈતિક ફરજ પણ બજાવે છે.
સવારથી જ ગામની બહેનો વાંસની સુંડલીમાં રસોઇની સામગ્રી તૈયાર કરી ગામની બહાર નક્કી કરેલી જગ્યાએ જઇને સાફ સૂફી કરીને ચૂલા બનાવી રસોઇ બનાવે છે. ત્યારબાદ ગામના તમામ લોકો પરિવાર સાથે જમે છે તેને વનભોજન પણ કહે છે.દાસજીયા ગોગા મહારાજના મંદિરે દુરદુર થી ગોગા મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા અને ઘણા આશ્ચર્ય જનક કિસ્સાઓ પણ બનેલા છે જેમાં સ્વયં દાસજીયા ગોગા મહારાજે પોતાના હોવાનું અસ્તિત્વ અને તેના પરચાઓ દેખાડ્યા છે.
આથી આ મંદિરમાં જે ભક્તો દર્શને આવે છે તે બધા જ ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ભરી દે છે. તમામ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે. દાસજીયા ગોગા મહારાજ દરેક ભક્તની ઈચ્છા ને પૂર્ણ કરે છે.લોકો ઉજવણી ના દિવસે ખુબજ મોટી સંખ્યા માં આ મંદિરે ઉમટી પડે છે અને લોકો પણ દાસજીયા ગોગા મહારાજ મંદિર માં નાગ પૂજા વખતે નાગ ના દર્શન કરવા ઉમટી પડે છે.