જૂનાગઢના ઇસરામાં આવેલ આ મંદિરમાં છે અનોખી માન્યતા ! આ વસ્તુ ચડાવવાથી દુઃખ-દર્દ દૂર થાય છે…જુઓ તસ્વીર
જો વાત કરીએ તો જ્યારે જ્યારે પણ વ્યક્તિ પર દુઃખ અને મુશ્કેલીઓ આવી પડતી હોઈ છે ત્યારે તે સમય જે તે વ્યક્તિ માટે ખુબજ આકરો પડી જતો હોઈ છે. અને આવા મુશ્કેલીના સમયમાં તે ભગવાનને જરૂર યાદ કરતો હોઈ છે અને મન થી માનતા પણ રાખતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક અનોખી માનતા વાળા મંદિર વિષે જણાવીશુ જેના વિષે જાણી તમને પણ નવાઈ લાગશે. સોના, ચાંદી, કે પછી પ્રસાદ નહિ બલ્કે આ મંદિરે લોકો ધૂળ અને મીઠૂં ચડાવી પોતાના દુઃખ દૂર કરે છે. આવો તમને આ અનોખા મંદિર વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો જૂનાગઢમાં કેશોદથી 13 કિલોમીટર દૂર ઈસરા ગામ ધૂળેશ્વર મંદિર આવેલું છે. અહીં ધુળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો અહીં માનતા લઈને આવે છે. અહીં ધૂળ અને મીઠું ચડાવવામાં આવે છે. જો તમને નો ખ્યાલ હોઈ તો જણાવી કે આ જગ્યાએ પહેલા માટીનો રાફળો હતો. લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઇ ગયો છે. અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા છે.
તેમજ અહ્યા લોકોને હાથ પગના દુ:ખાવા કે શરીરમાં કોઈ દુ:ખાવા હોય તેવા લોકો અહીં મીઠું ચડાવે છે. અહીં ધૂળ ચડાવવાની લોકોની મનોકામના પૂર્ણ થાય છે. તો વળી અહીં લોકોના મનોરંજન માટે ઘોડા, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ યોજાય છે.
આ રેસમાં કોઇને વિજેતા જાહેર કરવામાં આવતા નથી. માત્ર મનોરંજન માટે રેસ યોજાય છે. તેમજ ઉલ્લેખનીય છે કે પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ હોય તો આ રેસમાં આવે તો તે સાજા થઈ જાય છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો