આ જગ્યાએ એવુ ગામ આવેલું છે કે જે જમાઈઓનાં ગામ તરીકે ઓળખાય છે તેની પાછળ નું કારણ જાણશો તો નવાઈ લાગશે કે …

ભારતમાં અનેકો ગામ આવેલા છે જેમાં તેઓ પોતાની અનોખી બાબતોને કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે.ગામમાં અનેક વિશેષતા જોવા મળતી હોય છે.ગામના લોકો તંદુરસ્તીમાં બહુ જ સારા ગણાય છે.ઘણા ગામ એવી રીતે બનતા હોય છે કે જે અંગે કોઈ ખાસ બાબતોને કારણે વસાવવામાં આવતા હોય છે.આજે આપડે એક એવા ગામ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ગામ વસાવવામાં આવ્યું હતું તે કોઈ જેવું તેવું ગામ નથી પરંતુ જમાઈ ના ગામ તરીકે ઓળખવામાં આવે છે જિહા આ ગામના લોકો દીકરીઓને જમીન આપી અને જમાઈ ને ત્યાં ખેતી કરવા કામ કરી જીવન જીવે છે.

કાનપુર જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં જમાઈઓ એ વસવાટ કરવાનું શરૂ કર્યું તો તે ગામનું નામ દમાદનપૂરવા નામ રાખી દીધું હતું.આજે પણ આ ગામને આ નામથી ઓળખવામાં આવે છે અને સરકારી દસ્તાવેજ માં પણ નામ નોંધવામાં આવી ગયું છે.લગભગ ૭૦ ઘર આ ગામમાં આવેલા છે જેમાં ૪૫ થી ૫૦ ઘર જમાઇઓ ના છે જે અહી ઘર બનાવીને રહે છે. ડેરાપુર તહસીલના સરિયાપુર ગામનું મુખ્ય મથક દમાદનપૂરવા છે. વૃદ્ધ રાધેશ્યામ જણાવે છે કે અહીં ૧૯૭૦ ની આસપાસ સરિયાપુરની રાજરાણીના લગ્ન જગમનપુરના સાવરે સાથે થયા હતા. ખેતી કરનારા સાવરે અહી ઘરમાં જમાઈ બની ગયા હતા.અહી પરિવારના સભ્યો ની સંખ્યા ૧૦-૧૨ હતી જેથી ઘરમાં જગ્યા ઓછી જોવા મળતી હતી.

ગામની બહાર જગ્યા હતી તે તેમને આપવામાં આવી.તેના પછી મહેનત મજૂરી કરીને તેમને અહી એક ઘર બનાવ્યું.જેના પછી જ્યારે એક ઘર અહી બન્યું તો બીજા લોકોએ પણ અહી ઘર બનાવ્યું.અને અહી આમ લોકોનો વસવાટ વધવા લાગ્યો.જેનાં પછી ઘણી સરિયાપુર ની દીકરીઓના લગ્ન થયા.ત્યારે તેમને પણ અહી ખાલી જમીન ભેટ સ્વરૂપ આપવામાં આવી.જ્યાં લોકો મકાન બનાવીને રહેવા લાગ્યા.જેનાથી લગભગ ૪૫ -૫૦ જમાઇઓના ઘર ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘર બન્યા.અને ગામના લોકો ત્યારથી તેને દમાદનપૂરવા નામથી કહેવા લાગ્યા.અને તે એક ગામનું નામ તરીકે ઓળખાવા લાગ્યું.

ગામના લોકો જણાવે છે કે અહી લોકોની શરૂઆત થી જ ઈચ્છા હતી કે દીકરીઓ લગ્ન કરી દૂર જાય નહિ અને લગ્ન પછી પણ અહી આસપાસે જ રહે.જ્યારે એકે શરૂઆત કરી તો બીજા અન્ય ને પણ આ ગમ્યું.અને દીકરીઓ ને અહી જમીન ભેટ સ્વરૂપે આપવા લાગ્યા.તે સમયે લોકોને જમીનની એટલી બધી લાલચ કે મોહમાયા નહોતી.આથી ધીરે ધીરે તે પરંપરા બનતું ગઈ અને એક ગામ વસી ગયું.આજના સમયમાં અહી લગભગ ૪૫૦ લોકો વસી રહ્યા છે.અહિની પ્રધાન પ્રીતિ શ્રીવાસ્તવ જણાવે છે કે આ ગામ દમાદનપૂરવા તરીકે ઓળખાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.