માણસમાં હજુ પણ માણસાઈ બચી છે- મૃત્યુ બાદ પરિવારજનોએ માતમ કરતા પહેલા કર્યો અંગદાનનો નિર્ણય કર્યો

આજકાલ જ્યાં માણસાઈ મરી રહી છે અને લોકો પોતાના સ્વાર્થમાંથી ઉપર નથી આવી રહ્યા એવામાં ગુજરાતના જુનાગઢ જીલ્લાના આ પરિવારે માણસાઈનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. જ્યાં રહેતા 66 વર્ષીય મગનભાઈ અચાનક મૃત્યુ પામતા તેમના પરિવારે અંગદાન કરીને બીજા લોકોને જીવન આપવાનો નિર્ણય કર્યો હતો. એ ઘણો સહરાનીય છે.

વધુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રહેવાસી 66 વર્ષીય સ્વજન મગનભાઇ ગજેરા અઠવાડિયા પહેલાં પોતાના ઘરમાં પડી ગયા હતા અને ત્યારબાદ એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે આઠ દિવસની સારવાર પછી પણ એક રાતે અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. ડોકટરે ચેક કર્યું ત્યારે ખબર પડી કે તમનું બ્રેનડેડ થઈ ગયું છે અને અંતે મૃત જાહેર કરાયા હતા.

આવા આકરા સમયે તેમના પરિવારજનોએ માતમ કરતા પહેલા માણસાઈનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું. મૃતક ખેડૂત 66 વર્ષીય સ્વજન મગનભાઇ ગજેરાનાં અંગોનું દાન કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય કર્યો. ડોક્ટર સાથે સલાહ કરીને અંતે મગનભાઈ ગજેરાનાં અંગોને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા માટે અમદાવાદ, રાજકોટ અને દેશની અનેક હોસ્પિટલોમાં સંપર્ક સાધ્યો અને ગ્રીન કોરિડોર મારફત મૃતકની કિડની અને લિવરને કેશોદ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં પ્રથમ વખત કોઈ મૃતક વ્યક્તિના અંગોને ગ્રીન કોરિડોર મારફતે અન્ય શહેર સુધી પહોંચાડવામાં આવ્યા હતા જેમાં પોલીસતંત્રે મહત્ત્વની ફરજ બજાવી હતી. જૂનાગઢની ખાનગી હોસ્પિટલથી લઈને કેશોદ એરપોર્ટ સુધીના 50 કિમીના રસ્તામાં કોઈ ટ્રાફિક ન નડે એ માટે પોલીસ તંત્રએ તનતોડ મહેનત કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *