રમત રમત માં બાળક સાથે એવી ઘટના બની કે માસુમ બાળકનો જીવ ગયો! જાણો ઘટના વિષે

પૂર્વ દિલ્લી જીલ્લાના દયાલપુર વિસ્તારમાં ૨ ભાઈ માચીસ થી રમી રહ્યા હતા રમત રમતમાં પાચ વર્ષના બાળકથી ઘરના પડદા માં આગ લાગી ગઈ . આગની લપેટમાં આવતા તેના ૩ વર્ષના નાના ભાઈની મોત થઈ ગઈ .મૃતકની ઓળખ આમીર રૂપે થાય છે. રવિવારે પોલીસે જીટીબી હોસ્પિટલ માં પોસ્ટમાર્ટમ પછી સ્વજનને મૃતદેહ  સોપવામાં આવ્યો ,ત્યાર બાદ પોલીસ કેસ દાખલ કરી કેસની તપાસ કરી રહી છે

આમીર પોતાના પરિવાર સાથે નવા મુસ્તીફાબાદ ની ગલીનં ૨૧ માં ત્રીજા માળે રહેતા હતા. પરિવારમાં માતા પિતા સાથે ભાઈ ઈશાન અને ૨ બહેનોપણછે.આમિરના પિતા ગાડીની નંબર પ્લેટનો વ્યવસાય કરે છે.શનિવારે તેના પિતા કામે ગયા હતા તથા બંને  બહેનો ટ્યુશન પર ગઈ હતી .

ઘરની અંદર ફક્ત આમીર તેની માતા તથા તેનો ભાઈ ઈશાન હતા .બંને ભાઈઓ માચીસથી રમી રહ્યા હતા .તે જ સમયે તેમની માં પાણીની મોટર બંધ કરવા માટે નીચે ગઈ ,ઈશાને રમતમાં માચીસ સળગાવ્યું જેનાથી પડદામાં આગ લાગી ગઈ.

આગ લાગેલા પડદોની સંપર્કમાં આવતા આમીર ખુબ દાજી ગયો બંનેબાળકો શોર મચાવા લાગ્યા જેથી તેમનો અવાજ સાભણી  ને માં ઉપરતેમની પાસે આવી.

માં એ આગ ઓલવીને આમિરને જીટીબી માં દાખલ કર્યો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું પરિવારની રોઈ રોઈ ને ખુબ જ ખરાબ હાલત થઇ ગઈ છે ,પરિવારનું કહેવું છે કે બંને ભાઈ ઘણીવાર માચીસથી રમતા હતા પરંતુ શનિવારે ન જાણે કેમ એમનાથી માચીસ સળગી ગયું આગ ફક્ત પડદામાં જ લાગી હતી જો આખા ઘરમાં આગ લાગી હોત તો નુકશાન વધુથવાની સંભાવના હોત .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *