ગુજરાત ના આ મંદિર ના શિખર માથી એવી વસ્તુ મળી હતી કે જાણી ને તમે પણ હાથ જોડી લેશો ! 75 વર્ષ જુનુ..

જેમ તમે જાણોજ છો મિત્રો કે લોકો પોતાના દુઃખ દર્દ દુર કરવા મંદિર જઈ પાર્થના કરતા હોઈ છે તેમજ પૂરી નિષ્ઠા અને શ્રધાથી ભગવાનની પૂજા કરતા હોઈ છે. અને જયારે જયારે પણ ભગવાનને લાગતું કોઈ પણ વાત કે વસ્તુ હોઈ લોકો ખુબજ શ્રધા રાખી તેના દર્શન કરતા હોઈ છે. હાલ એક ખુબજ ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં  75 વર્ષ પહેલાં મંદિરના શિખર પરના કળશમાં રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવતાં ગ્રામજનો ચકિત થઈ ગયા હતા. આવો તમને વિસ્તારથી જણાવીએ.

આ ઘટના અંજાર તાલુકાના ખેડાઈ ગામેં બની હતી જ્યાં લોકોને ચોકાઈ જાઈ તેવી અવિશ્વસનીય ઘટના હતી. આ અંગે પાટીદાર સનાતન સમાજ, ખેડોઈના પ્રમુખ અંબાલાલભાઈ સોમજી છાભૈયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘જાર તાલુકાના ખેડોઈ ગામના પટેલવાસમાં વડીલો દ્વારા વર્ષ 1945માં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરાયું હતું. એ મંદિર ભૂકંપમાં જર્જરિત થઈ ગયું હોવાથી એનું શિખર બદલાવવા માટે તા. 8/9ના સવારે મંદિર ખાતે એક હવનનું આયોજન કરાયું હતું જેના કારણે શિખરના ટોચ પર આવેલા કળશને ઉતરતા એમાંથી ચોકાવનારો નાનો કુંભ મળી આવ્યો હતો.’

તેમજ આ કુંભનાં માથે એક તાંબાનો સિક્કો પણ મળ્યો હતો. જેમાં આવું લખાણ લખ્યું હતું કે “માગસર સુદ છઠ, સોમવાર સંવત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં”  આમ આ શીરો જાણે તાજો બનાવેલો હોય એવો અને ઘીની સુગંદવાળો હતો. જે જોઈ ત્યાં રહેલા બધાજ લોક ખુબજ ચોકી ગયા હતા. અને તેના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી આવી હતી. તેમજ બધાજ લોકો એ આ ફરી વખત ભગવાન પાસે એ શીરો ધરો હતો.

આમ લોકો દ્વારા તે શીરાણી ખુબજ દેખભાળ રાખવામાં આવશે અને તેની પૂજા પણ કરવામાં આવશે ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતાં હાલ લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *