ગોવિંદાની ૯૦ ના દાયકાની આ ૧૦ ફિલ્મોએ સિનેમાઘરો માં એવો તહલકો મચાવ્યો હતો કે આજે ગોવિંદા……

ભારતીય ઇન્ડસ્ટ્રીઝ ને ૯૦ માં દશકમાં ગોવિંદા ની હિટ ફિલ્મો ના દશક તરિકે ઓળખવામાં આવે તો કંઈ ખોટું કહેવાય નહિ. જી હા આ દશકમાં ગોવિંદા એ એવી અનેકો ફિલ્મ હિટ આપી હતી કે આજે પણ જ્યારે તે ફિલ્મના કલાકારો દેખાય તો લોકો તેમની પ્રશંસા કરતા હોય છે.૮૦ થી લઈને ૯૦ ના દશક સુધી ગોવિંદા એ ફિલ્મની દુનિયામાં તહલકો મચાવ્યો હતો.અને આ બધી ફિલ્મોની સફળતા ને કારણે ગોવિંદાને હીરો નંબર વન બનાવી દીધો હતો.તે સમયમાં ગોવિંદા જે ફિલ્મ પર કામ કરતા તે ફિલ્મ અવશ્ય સફળ થતી હતી.અને બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થતી હતી.


સન ૧૯૯૦ થી ૧૯૯૯ સુધી ગોવિંદાએ લગભગ ૧૦ થી ૧૫ ફિલ્મો સુપર હિટ બનાવી દીધી હતી.તે સમયની સૌથી ખાસ વાત એ હતી કે આ દરેક ફિલ્મોમાં ગોવિંદા એ સૌથી મુશ્કેલ લોકોને હસાવવા નું કામ બહુ જ સારી રીતે કર્યું હતું જે આજે પણ લોકોના ચહેરા પર જોવા મળે છે કે જ્યારે લોકો આ ફિલ્મનો આનંદ લેતા હોય છે.તે સમયમાં ગોવિંદા અને ડેવિડ ધવન ની જોડી એ ફિલ્મી દુનિયામાં અનેકો કોમેડી ફિલ્મો આપી કેજે આજે પણ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી રાખી છે. ડેવિડ ધવન ની ૧૯૯૨ માં આવેલી ફિલ્મ ‘ શોલા ઓર શબનમ ‘ માં ગોવિંદાએ જબરદસ્ત કોમેડી, એક્શન, ઇમોશન અને ડાન્સ થી ફિલ્મમાં જાન રેડી દીધી હતી.જેના કારણે લોકોને આ ફિલ્મ બહુ જ પસંદ આવી હતી.

આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર એ ખલનાયક ની ભૂમિકા ભજવી હતી.ત્યાર પછી ૧૯૯૩ માં આવેલી ફિલ્મ ‘આંખે ‘ માં ગોવિંદા અને ચંકી પાંડે ની જોડી એ કમાલ કરી દીધું હતું અને આ ફિલ્મ ના હિટ થતાં જ ગોવિંદા પણ સ્ટાર બની ગયો હતો.આ ફિલ્મમાં ગોવિંદા અને રિતુ શિવપુરી ના ગીત ‘ ઓ લાલ દૂપત્તે વાલી તેરા નામ તો બતા ‘ ૯૦ ની સદીનું સૌથી સુપરહિટ ગીત રહ્યું હતું.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.૧૯૯૪ માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ રાજા બાબુ ‘માં ગોવિંદા અને શક્તિ કપૂરની જોડીના આજે પણ લોકો વખાણ કરી રહ્યા છે.તે ફિલ્મ માં શક્તિ કપૂર નો ડાયલોગ ‘ મે હું નંદુ સબકા બંધુ ‘ આજના સમયમાં પણ તે પ્રચલિત છે.

ગોવિંદાની આ ફિલ્મ દરેક ડાયલોગ અને સીન આજે પણ તેમના ફેન્સ ને યાદ છે.૧૯૯૫ માં આવેલી ગોવિંદા ની ફિલ્મ ‘ કુલી નંબર વન ‘ માં કરિશ્મા કપૂર સાથે ગોવિંદા એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ધમાલ મચાવી દીધી હતી.આ ફિલ્મ ગોવિંદાની તેના કરિયરની સૌથી સારી કોમેડી ફિલ્મ રહી હતી.જેની રીમેક માં વરૂણ મુદ્રા અને સારા અલી ખાન જોવા મળ્યા છે.૧૯૯૬ માં આવેલી ‘ સાજન ચલે સસુરાલ ‘ ફિલ્મ માં ડેવિડ ધવન અને ગોવિંદા એ એવી કહાની દર્શાવી હતી કે જેમાં એક વ્યક્તિ ની એક નહિ પરંતુ બે બે પત્નીઓ હતી.અને ત્યાર પછી તેના જીવનમાં શું થયું તે દરેક લોકો જાણે છે.આજે પણ જ્યારે આ ફિલ્મ. ટીવી પર આવે તો લોકો ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

૧૯૯૭ માં આવેલી ગોવિંદાની ફિલ્મ ‘ હિરો નંબર વન ‘ માં ફરી એકવાર કરિશ્મા કપૂર સાથે ગોવિંદા જોવા મળયો હતો જેઓએ તેમની કોમેડી ના લીધે ફિલ્મને સુપરહિટ બનાવી દીધી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.૧૯૯૭ માં આવી ફિલ્મ ‘દિવાના મસ્તાના’ માં ગોવિંદા , અનિલ કપૂર અને જૂહી ચાવલા જોવા મળ્યા હતા.આ ફિલ્મમાં એવા બે છોકરાઓ ની કહાની દર્શાવવામાં આવી છે કે જે એક જ છોકરીની પાછલ જોવા મળ્યા હતાં.આ ફિલ્મને લોકોએ બહુ જ પસંદ પડી હતી.સાથે જ આ ફિલ્મમાં સલમાન ખાન નો પણ. એક નાનો રોલ અદા કર્યો હતો.

૧૯૯૮ માં આવેલી ફિલ્મ ‘ દુલ્હે રાજા ‘ માં ગોવિંદા, રવિના ટંડન અને કાદર ખાન ની ત્રિપુટી એ આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.જેમાં કાદર ખાન અને ગોવિંદા ની જબરદસ્ત કોમેડી અને શાનદાર ગીતો ના કારણે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.જે ગોવિંદાની આ દસકાની છેલ્લી સોલો ફિલ્મ હતી.ત્યાર પછી ‘ બડે મિયા છોટે મિયા ‘ ફિલ્મમાં ગોવિંદા અને અમિતાભ બચ્ચન ની જોડીએ આ ફિલ્મમાં પોતાની જાન રેડીને સુપરહિટ બનાવી દીધી હતી.જે બોક્સ ઓફીસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

આ ફિલ્મમાં ગોવિંદા અને અમિતાભ બચ્ચન ની જુગલ જોડીએ એવી જબરદસ્ત કોમેડી કરી કે આજે પણ લોકો આ ફિલ્મના દિવાના છે.૧૯૯૯ માં આવેલી ‘હસીના માન જાયેગી ‘ ફિલ્મમાં ગોવિંદા અને સંજય દત્ત ની જોડીએ આ ફિલ્મ ને હિટ બનાવી દીધી હતી જેમાં તેમની કોમેડી અને ડાન્સ ના લોકોએ બહુ જ વખાણ કર્યા હતા.આ ફિલ્મમાં ગોવિંદા અને સંજય દત્ત ની જોડીને લોકોએ પસંદ કરી હતી.આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.આમ તે દશકમાં ગોવિંદા એ અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી જે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *