આ દુબઈ ની તસ્વીરો નથી ! આ અમદાવાદ ના સાયન્સ સિટી ની તસવીર છે… એટલુ અદ્ભુત કે જુઓ તસવીરો
મિત્રો તમે અવાર નવાર ઘણા ગાર્ડન તેમજ વિજ્ઞાનના અનોખા પ્રયોગ અને આંખો ને વિશ્વાસ નો આવે તેવા દ્રશ્યો જોયા હશે તેવીજ રીતે આજે તમને એક સાયન્સ સીટીની મુલાકાત કરાવીશું. જો તમને નો ખ્યાલ હોઈ તો જણાવી દઈએ કે આજે તારીખ 28 ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ… ત્યારે અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે. અત્યાર સુધી અહીં ૨૦ લાખ જેટલા પ્રવાસીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે આવો તમને આ સ્થળની મુલાકાત કરાવ્યે અને વિગતે માહિતી પણ આપીએ.
તમને જણાવીએ તો ભારતના નરેન્દ્ર મોદી દ્વારા 16 જુલાઈ 2021ના રોજ ગુજરાત સાયન્સ સીટી 2.0નું ઉદ્ધઘાટન કર્યા બાદ બહોળા પ્રમાણમાં સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ પણ આ અનોખી સાયન્સ સીટીની મુલાકત લીધી છે. તો વળી આ સાયન્સ સીટીના ઉદ્ધઘાટ થી અત્યાર સુધીમાં કુલ 19,98,600 લોકો મુલાકાત લઇ ચુક્યા છે. આમ આ સમય દરમિયાન અમદાવાદનું આ સાયન્સ સીટી શહેર માજ નહિ બલકે પુરા રાજ્યમાં લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
તેમજ આ સાથે સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર જે.બી.વદરના જણાવ્યા મુજબ, વર્ષ અનુસાર આંકડાઓની વાત કરીયે તો, વર્ષ ૨૦૨૧માં ૪,૪૩,૩૨૯ મુલાકાતીઓ, વર્ષ ૨૦૨૨માં ૧૨,૩૮,૪૮૪ તેમજ ૧ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૩,૧૬,૭૮૭ મુલાકાતીઓ આમ કુલ ૧૯,૯૮,૬૦૦ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે, જગવિખ્યાત ટાઈમ મેગેઝિન અનુસાર, વર્ષ 2022ના 50 સૌથી શ્રેષ્ઠ સ્થાનોમા સાયન્સ સિટીએ સ્થાન મેળવ્યુ છે.
તો વળી જો વધુમાં વાત કવામાં આવે તો વિજ્ઞાન આપણા રોજિંદા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આમ વિકસિત ટેકનોલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પપ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે. તો વળી તમે નો જાણે હોઈ તો જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે.
૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તો વળી સાયન્સ સિટી અમદાવાદ ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી દરરોજ સવારે ૧૦ વાગ્યાથી ૮ વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3-ડી રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો