પહેલા કયારે પણ નહી જોઈ હોય મુકેશ અંબાણી ની આ પાંચ તસ્વીરો! ફોટો જોઈ ને વિચાર મા પડી જશો કે…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમે ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.પરંતુ એક સમય એવો પણ હતો કે જે દિવસોમાં મુકેશ અંબાણી એ અનેક મુસીબતો નો સામનો કરવો પડ્યો હતો ત્યારે તેઓ આજે આ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે.


આજે અમે તમને મુકેશ અંબાણી ના બાળપણની એવી વાતો વિશે જાણકારી આપવાના છીએ કે જે બહુ જ રોચક છે.મુકેશ અંબાણી નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ માં યમન ના અદેન શહેર માં થયો હતો.જ્યાં તેમના પિતા ધીરુભાઈ અંબાણી લગભગ ૮ વર્ષ રહ્યા હતા.ત્યાર પછી તે મુંબઇ આવીને મસાલાનો વ્યવસાય કરવા લાગ્યા.જ્યાં તેઓ પોતાની પત્ની કોકિલા અંબાણી અને ચાર બાળકો મુકેશ અંબાણી,અનિલ અંબાણી, દિપ્તી સલગોલનકર અને નીના કોઠારી સાથે સામાન્ય ૨ રૂમ ધરાવતા એક મકાનમાં રહેતા હતા.આ મકાન ભૂલેશ્વર જય હિન્દ સ્ટેટ (જેને આજે વેનીલાલ હાઉસ ના નામે ઓળખવામાં આવે છે ) માં આવેલું હતું.

આ ભૂલેશ્વાર ના મકાનમાં તેઓ ૧૯૭૦ સુધી રહ્યા હતા.ધીરુભાઈ અંબાણી એ પોતાના આ વ્યવસાયને પોતાની મહેનત અને સુજ્બુજ ના કારણે આ મુકામ સુધી પહોંચાડ્યું હતું.તેઓ સારા એવા પૈસા કમાવવા લાગ્યા હતા.આથી તેમને પછી ભુલેશ્વર માં આવેલા ઘર છોડીને કોલાબામાં આવેલા see wind માં આવેલા એક એપાર્ટમેન્ટમાં માં ઘર લીધું.તેમાં પણ હેરાન કરનારી વાત તો એ હતી તે તેઓએ અહી એપાર્ટમેન્ટ ની અંદર નો ૧૪ મો માળનો એક આખો બ્લોક જ ખરીદી લીધો હતો.

મૂકેશ અંબાણી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે બાળપણમાં તેમને પૈસા કમાવવા માટે કોઈ દિલચસ્પી નહોતી.તેઓને માત્ર નવી નવી વસ્તુઓ અંગે શીખવામાં જ મન લાગતું હતું.મુકેશ જોષી એ પોતાની સ્કુલનો અભ્યાસ પેડર રોડ પર આવેલા હીલ ગ્રેજ હાઈસ્કૂલમાં કર્યો હતો. તેમણે એક વાર ‘ધ ગ્રેજયુએટ’ ફિલ્મ જોઈ હતી. જેનાથી તેમના મનમાં કેમિકલ એન્જિનિયર બનવા અંગેનો વિચાર આવ્યો.આથી તેમને માટુંગા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી થી કેમિકલ એન્જિનિયરીંગ માં B.E કર્યું હતું.જ્યારે તેમનું સીલેક્ષન IIT Bombay માં થઈ ગયું હતું.

ત્યાર પછી મૂકેશ અંબાણી MBA કરવા માટે અમેરિકા ની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી માં અભ્યાસ કરવા ગયા.જ્યારે તેમના પિતાનું માનવું હતું કે મનુષ્ય અભ્યાસ કરતા તેમના જીવનમાં આવતા સંઘર્ષો થી વધારે શીખ મેળવે છે.ટાઇ પ્રેક્તિકલ નોલેજ પર વધારે ધ્યાન આપતા હતા.આથી તેમણે મૂકેશ અંબાણી નો અભ્યાસ વચ્ચેથી જ છોડાવી દીધો.અને તેમને ભારત બોલાવી પોલિએસ્ટર ફિલામેંત યાન ( PFY) મેન્યુંફેક્ચર પ્રોજેક્ટ સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી. મૂકેશ અંબાણી એ પણ આ જવાબદારી બહુ જ ખંત થી નિભાવી અને પોતાની મહેનત અને કુશળતાથી પિતાના વ્યવસાયને એક નવી દિશા આપી.

મૂકેશ અંબાણી એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તેમને ભણવા નો બહુ જ શોખ હતો.ઘણીવાર તો તે રાતના બે વાગ્યા સુધી પણ અભ્યાસ કરતા હતા.તેમને બધા વિષય કરતા વિજ્ઞાન અને ટેકનોલોજી માં વધારે દિલચસ્પી હતી. કદાચ તેમની આ દિલચસ્પી ના કારણે જ તેઓ એ જીઓ ને ભારતમાં લાવીને એક ડિજિટલ ઈન્ડિયા ની તસ્વીર બનાવી દીધી હતી.અને આજે દરેક લોકો ડિજિટલ ઈન્ડિયા દ્વારા નવી નવી વસ્તુઓ અંગે શીખતા જોવા મળે છે અને દેશને આગળ વધારવામાં મદદ કરી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *