પાટણનાં આ દેવડાં ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ ગુજરાતીઓનાં છે અતિ પ્રિય ! આ એક કારણથી થઈ હતી તેની શરૂઆત…
મિત્રો જો ગુજરાત અને ગુજરાતના લોકોની વાત કરવામાં આવે તો તેઓ વધારે પડતા હરવા ફરવાથી લઈને ખાણીપીણીનો ખુબજ શોખ ધરાવતા હોઈ છે. તેમજ ગુજરાતના દરેક જીલ્લાની એક અલગ ઓળખ અને એક અનોખી અને સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઓવા મળતી હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક તતેવીજ એક સ્વાદિષ્ટ વાનગી લયને આમે તમારી પાસે આવ્યા છીએ તેમજ તેનો ઈતિહાસ પણ એત્લોક રોચક અને રસપ્રદ છે આવો તમને વિગતે જણાવીએ.
અમે વાત કરી રહ્યા છીએ પાટણની જે આજે પણ વર્ષો પહેલા મીઠાઈના કારીગરો દ્વારા બનાવવામાં આવેલ ‘દેવડા’ માટે પ્રખ્યાત છે. પાટણના દેવડા સમગ્ર ગુજરાત કે ભારત જ નહિ પરંતુ વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવી લાક્ષણિકતાઓ અને સ્વાદ ધરાવે છે અને એટલે જ તો NRI લોકો આજે પણ વિદેશમાં હોવા છતાં પાટણના દેવડા છેક ત્યાં મંગાવીને પણ આરોગે છે હાલના સમયની વાત કરવામાં આવે તો પાટણમાં ભગવતી સ્વીટ માર્ટ અત્યારે દેવડામાં મોનોપોલી ધરાવે છે અને તેના દેવડા ખાવા માટે લોકો દૂર દૂરથી પાટણ સુધી ખેંચાઈ આવે છે. તેમજ આ સાથે આ દેવડાં ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ ગુજરાતીઓનાં અતિ પ્રિય છે.
તેમજ આજે પણ જે લોકો પાટણની મુલાકાત લે છે તેઓ જરૂરને જરૂર રાણીની વાવ, પટોળા હાઉસ પછી છેલ્લે ભૂલ્યા વગર ભગવતી સ્વીટ માર્ટની અચૂક મુલાકાત લઈને દેવડાનો સ્વાદ માણે જ છે. ઉલ્લેખનીય છે કે તેમને ત્યાં અત્યારે દેવડાઓ બીજી મીઠાઈની સાપેક્ષે એકદમ સસ્તા ભાવે જ મળે છે. આમ અત્યારે ત્યાં દેવડા પ્રતિ કિલો એ 380 /- ના ભાવથી વેચવામાં આવી રહ્યા છે. આમ તમને પણ આવું થતું હશે કે પાટણના આ દેવડામાં એવી તો શું ખાસિયત છે અને તેનું અસ્તિત્વ ક્યારે અને કેમ ઉદભવ્યું હશે. તો જણાવીએ તો પાટણના દેવડા સમગ્ર ગુજરાત કે ભારત જ નહિ પરંતુ વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવી લાક્ષણિકતાઓ અને સ્વાદ ધરાવે છે અને એટલે જ તો NRI લોકો આજે પણ વિદેશમાં હોવા છતાં પાટણના દેવડા છેક ત્યાં મંગાવીને પણ આરોગે છે.
આમ ધ બેટર ઇન્ડિયા સાથે થયેલી વાતચીતમાં સંજયભાઈના જણાવ્યા પ્રમાણે તેમની આ દુકાન તેમના દાદા શેઠ શ્રી સ્વર્ગીય શંકરલાલ પટેલ દ્વારા ઈ.સ. 1952 માં સ્થાપવામાં આવી હતી અને ત્યારબાદ તેમના પિતા પરસોત્તમભાઈ પટેલ દ્વારા સાંભળવામાં આવી અને આજે સંજય ભાઈ તથા તેમના મોટાભાઈ મુકેશભાઈ પોતાના આ વારસાગત ધંધાને આગળ ધપાવી રહ્યા છે. આમ આજે ત્રીજી પેઢી આ દુકાનને તેમજ તેમના આગવા દેવડાની રેસિપીને સાંભળી રહી છે. આગળ તેમના જણાવ્યા મુજબ સ્થાપનાથી લઈને અત્યાર સુધી તેમને દેવડા બનાવવાની પદ્ધતિમાં ઘણું સંશોધન કરેલું છે અને તેના કારણે જ આજે સમગ્ર પાટણમાં તેમની દુકાન દેવડા માટે પ્રખ્યાત છે.’
આમ આ સાથે વધુમાં સંજયભાઈ જણાવે છે કે, ‘પાટણના દેવડા પાછળનો ઇતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. અહીં પહેલા દૂધમાંથી બનતી મીઠાઈઓ લાંબા સમય સુધી ટકતી નહોતી તેના કારણે લાંબાગાળાની મુસાફરીમાં લોકો મીઠાઈઓ જે દૂધમાંથી બનાવવામાં આવેલી હોતી તે પોતાની સાથે લઈ જઈ શકતા નહોંતા, તો વધુ લોકોને મીઠાઈઓની ભરપાઈ માટે દૂધ પણ વધારે પ્રમાણમાં મળતું નહોતું જેના કારણે તે ખુબ મોંઘી પણ હતી અને સામાન્ય માણસને તેની ખરીદી પરવડે તેમ પણ નહોતી તેથી જ એક એવી મીઠાઈ બનાવવાની જરૂરિયાત ઉભી થઇ જે આ બધી સમસ્યાનું સમાધાન બને.’
તેમજ કહે છે કે,’આજ કારણે અમુક સમયગાળા બાદ પાટણના મીઠાઈના કારીગરોને વિચાર આવ્યો કે મેદોં, ઘી અને ખાંડની ચાસણીમાંથી એવી કોઈક મીઠાઈ બનાવીએ જે લાંબા સમય સુધી ટકે તો ખરી જ પણ લોકો પણ તેને પોતાની લાંબા અંતરની મુસાફરીમાં સાથે રાખીને મીઠાઇનો આસ્વાદ માણી શકે સાથે સાથે તે સસ્તી પણ બને જેથી સામાન્યથી સામાન્ય માણસ પણ તેને ખરીદી શકે. આમ આ રીતે એક એવી મીઠાઈનો ઉદ્ભવ થયો જેનું નામકરણ પાટણના ‘દેવડા’ તરીકે અપાયું.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.