ભારતના આ રાજકુમારો આજે પણ એવું વૈભવી જીવન જીવી રહ્યા છે કે જે તેમના પૂર્વજો જીવ્યા હતા….જાણો વિગતે
સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં અને કહાનીઓ માં જ રાજા વિષે જાણ્યું હસે અને તેમના જીવન વિશે વાત સાંભળી હસે.પહેલા નાં સમયના લોકો હસે તો તેઓ રાજા મહારાજા વિશેની વાતો તેમના બાળકોના બાળકોને કહેતા હસે અને તે રાજા મહારાજા ની શાન , માન, આદર – સત્કાર, તેમની જીવન જીવવાની શૈલી, રહેન સહેન,મોટા મોટા આલીશાન મહિલાના ભવ્ય નજર અંગે વાત કરતાં હોય છે અને આજની પેઢી ને તે અંગે માહિતી આપતા હોય છે.
જે સાંભળી ને આપણે તે સમયના નજારા આંખોની સામે આવી જતા હોય છે.અને તેને કલ્પનામાં જોઈ લેતા હોઈએ છીએ.પરંતુ રાજાની જેમ જીવન જીવવું દરેક વ્યક્તિના નસીબમાં જોવા મળતું નથી.આજે પણ ઘણા રાજા મહારાજા ના વંશજો તેમના જેવું રજવાડી જીવન જીવી રહ્યા છે અને આલિશાન મકાન માં રહીને વૈભવી જીવન પસાર કરી રહ્યા છે.તો આવી જાણ્યે ભારતના આવા રાજકુમારો વિશે કે જે આજે પણ રાજશાહી જીવન જીવી રહ્યા છે.અને નાની ઉંમરમાં જ રાજપાટ સંભાળી લીધું હતું અને આજે વૈભવી જીવન જીવી રહ્યા છે.
મહારાજ યુવરાજ સિંહ: તમને જણાવી દઈએ કે મહારાજ યુવરાજ સિંહ જોધપુર પર શાશન કરનાર રાઠોડ વંશનાં વંશજ છે.સાથે જ યુવરાજ સિંહ ઉમમેદ ભવન પેલેસ ના માલિક પણ છે.આ ઉમમેદ ભવન પેલેસ દુનિયાનો સૌથી મશહૂર પેલેસમાં ગણવામાં આવે છે કે જ્યાં જવાનું દરેક લોકો સપનું જોતા હોય છે. તમને જણાવી દઈએ કે ઉમમેદ ભવન એ જ છે જે જ્યાં બોલીવુડ ની મશહૂર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા ના લગ્ન થયા હતા. યુવરાજ સિંહ જયપુર ના સિટી પેલેસના એવી જ શાન બાન સાથે જીવન જીવી રહ્યા છે કે જેમ ફિલ્મો માં કે ટીવી માં જોવા મળે છે.આવું જીવન જીવવા માટે દરેક લોકો સપનું જોતા હોય છે.
યદુવિર કૃષ્ણદત્તા ચામરાજા વાડિયાર : મૈસુર રાજ્યના શાસક અને વાડીયાર વંશ ના રાજા યદુવીર કૃષનાદત્તા ચામરાજા વાડિયાર છે.જેઓ મૈસુર ના ભવ્ય મહેલમાં વસવાટ કરે છે.જે લગભગ ૭૨ એકર ની જમીન પર બનેલું છે.યદુવિર કૃષ્ણાદત્તા નો માત્ર ૨૩ વર્ષની નાની ઉંમરે જ રાજા તરીકેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો.તમને જણાવી દઇએ કે હાલમાં યદુવીર કૃષનાદત્તા બહુ જ ભવ્ય અને આલિશાન મહેલમાં રહે છે.અને એક રાજશી જીવન જીવી રહ્યા છે.
મહાઆર્યમન સિંધિયા : મહા આર્યમન સિંધિયા જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા ના પુત્ર છે.મહા આર્યમન ગ્વાલિયર રાજવીઓની ચોથી પેઢીના છે.જેઓ હજુ પણ રાજકારણ શીખી રહ્યા છે.હાલમાં તેમની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે પરંતુ તેઓ અહીં રાજાઓની જેમ રહે છે.સાથે જ તમને જણાવી દઈએ કે તેમનો મહેલ પણ ખૂબ જ આલીશાન અને સુંદર છે અને આ મહેલની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતી હોય છે.
યુવરાજ લક્ષ્યરાજ સિંહ : યુવરાજ લક્ષયરાજ સિંહ નું નામ ભારતના રાજાઓની લિસ્ટમાં સૌથી પહેલા જોવા મળે છે.આ રાજા ઉદયપુર ના રાજવી છે.જે આજે યુવરાજ લક્ષ્યરાજ સિંહ એક ભવ્ય, રાજશી અને વૈભવી જીવન જીવી રહ્યા છે.તેઓ ઉદયપુરના સિટી પેલેસ માં રહે છે.અને ત્યાં RH ગ્રુપની અંદર આવતી દરેક હોટેલ અંગેની દેખરેખ રાખે છે.
મહારાજા પદ્મનાભ સિંહ : ભારતના રાજકુમારોની યાદીમાં એક નામ મહારાજા પદ્મનાભ સિંહ નું પણ જોવા મળે છે . મહારાજા પદ્મનાભ સિંહ હાલમાં એક આધુનિક રાજાનું જીવન જીવી રહ્યા છે.વર્ષ ૨૦૧૧ માં તેમને રાજા નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.તેમાં પણ ખાસ વાત એ છે કે પદ્મનાભ સિંહ લગભગ ૧૩ વર્ષની ઉંમરથી જ લોકોના દિલમાં રાજ કરવા લાગ્યા હતા.તમને જણાવી દઇએ કે પદ્મનાભ સિંહ આજે પણ એક રાજશાહી જીવન જીવી રહ્યા છે કે જે આપણે માત્ર કોઈ ફિલ્મમાં જોયું હસે.