આ છ એન્જિનિયર ભાઈઓએ કર્યો ગજબનો કરિશ્મો ! ભંગાર માંથી એવું વાહન તૈયાર કર્યું કે, જે 400 કિલો…જાણો પુરી વાત

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ છાત્રો વિશે વાત કરીશું. આ ઈજનેરીના છાત્રોએ ભંગારમાંથી 400 કિલોની વહન ક્ષમતાનું ઇ-વાહન બનાવ્યું. જી ખુબજ ઉપયોગી અને મદદરૂપ છે. વાત કરીએ તો આજના સમય માં દુનિયામાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોની બનાવટ અને વપરાશ માટે જઈ રહી છે.

આમ ત્યારે આર.કે. યુનિવર્સિટીમાં 85% ભંગારમાંથી ઈલેક્ટ્રિક માલવાહક વાહન બનાવવામાં આવ્યું છે. આ વાહનની ભારવહન ક્ષમતા 400 કિલો છે. 48 વોટ ઈલેક્ટ્રિક મોટરથી ચાલતા આ વાહનને પૂરી ક્ષમતા સાથે ચલાવતા 40 કિલોમીટર અંતર કાપે છે. બેટરીને પૂરેપૂરી ચાર્જ થતા લગભગ સાડા ત્રણ કલાક થાય છે. વાહનના ડિફરન્સિયલ શાફ્ટ સિવાય બધું જ ભંગારમાંથી સંસ્થાના મિકેનિકલ વિભાગના વર્કરશોપમાં જ સંપૂર્ણપણે બનાવવામાં આવ્યું છે.

જો આટલી જ કેપેસિટીનું વાહન એન્જિન વડે બનાવવામાં આવે તો એ લગભગ દોઢ લાખમાં બને જ્યારે આ વાહન ફક્ત 40,000ના જ ખર્ચ સાથે બનાવવામાં આવ્યું છે જે ઈલેક્ટ્રિક હોવાના લીધે વાતાવરણને પ્રદૂષિત કરતું નથી. આ વાહન બનાવવામાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયદીપ ડોડિયા અને સંસ્થાના મિકેનિકલ વિભાગના વડા ડો. ચેતનકુમાર પટેલે ભારે જહેમત ઉઠાવી છે. એનું સંપૂર્ણ ફેબ્રિકેશન સંસ્થાના જ વર્કશોપમાં બાબુભાઈ અને સચિનભાઈએ કર્યું છે.

આમ આ માટેની જરૂરી ગ્રાન્ટ સંસ્થાના ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી મળી છે. આ પ્રોજેક્ટ પહેલા આ જ ટીમે ઈલેક્ટ્રિક bike અને ઈલેક્ટ્રિસિટી તથા એન્જિન એમ બંનેથી ચાલતું હાઇબ્રીડ એક્ટિવ બનાવેલું છે. આ માટે સંસ્થાના ઇજનેરી વિભાગના ડિરેક્ટર ડો. અમિત લાઠીગરા અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ડેનિશ અભિનંદન આપ્યા હતા. આમ જોઈએ તો આજના આધુનિકયુગમાં લોકો ખુબજ શોધ કરી રહ્યા છે જે આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલ વગર પણ ચાલી શકે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *