આ બે ભાઈઓ એ 1500 રૂપિયા ઉધાર લઈ ને ચાલું કર્યો હતો ધંધો આજે 302 કરોડ નુ ટર્ન ઓવર અને…

જો વ્યક્તિની ઈચ્છા શક્તિ મજબૂત હોય અને કઈક કરી બતાવવાની તાકાત હોય તો તે વ્યક્તિ આ દુનિયામાં અવશ્ય સફળ થાય તે અને તે બહુ જ મોટું નામ કમાય છે.જો વ્યક્તિનો જુસ્સો અને મહેનત બંને સાથે હોય ને તો તે વ્યક્તિ જમીન આસમાન એક કરવાની હિંમત ધરાવે છે. આવું જ કઈક કરી બતાવવાની તાકાત આ બે ભાઈઓમાં જોવા મળી છે અને તેઓ આજે સફળ પણ જોવા મળે છે.આપને વાત કરી રહ્યા છીએ આગ્રા માં રહેતા બે ભાઈઓની. આગ્રાને તો તાજનગરી કહેવાય છે.ત્યાંના લોકો અનેક રીતે પારંગત જોવા મળે છે તેમના હુનર વિશે તો વાત જ નથી થતી.

આપણે આવા જ હુનર ધરાવતા બે ભાઈઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને માત્ર ૧૫૦૦ રૂપિયા ઉછીના લઈને એક બિઝનેસ શરૂ કર્યો હતો જે આજે પોતાનું અલગ જ નામ બનાવી લીધું છે.આ બિઝનેસ એટલો આગળ વધ્યો છે કે આજે આ કંપની વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લે છે.આગ્રામાં આવેલા ગોકુલપૂરા ના નિવાસી રજત આસ્થાના અને શિશિર આસ્થાના બે ભાઈઓ છે કે જેમને માત્ર ૧૫૦૦ રૂપિયા થી મારબલ હેન્દિક્રફ્ટ નો વ્યવસાય શરૂ કર્યો હતો.જે આજના સમયમાં વર્ષના રૂપિયા ૩૦૨ કરોડનું ટર્નઓવર કરી રહી છે.

સુઝ નો કારોબાર ધરાવતા ગોપાલ બિહાર અસ્થાની ને બે દીકરા છે જેમાં રજત અસ્થાના એ જીઆઇસી માં અભ્યાસ કર્યા પછી ઉચ્ચ શિક્ષા સેંટ જોન્સ કોલેજમાં લીધી હતી.તેમને ૮ ઓગસ્ટ ૧૯૯૫ માં કંપની શરૂ કરી હતી.જેમાં માર્બલ જડવાનું કામ કરવામાં આવતું હતું.કંપનીની સ્થાપના કરવા માટે રજત અસ્થાનાએ તેની કાકી પાસેથી ૧૫૦૦ રૂપિયા લીધા હતા.હેંડીક્રાફટ ની ટ્રેનિંગ છોડીને તેમણે આજ ઉછીના પૈસા થી નિકાસ કરવાનો વ્યવસાય શરૂ કર્યો.તેમને પહેલો ઓર્ડર અમેરિકા થી મળ્યો હતો.

જેનાથી તેમને ૫૦૦૦ ડોલર મળ્યા હતા.તેમની ઈપીઆઇપી આગ્રા અને મુરાદાબાદ માં હેંડીક્રાફટ ની ફેક્ટ્રીઓ આવેલી છે.હાલમાં તેઓ હેંડીક્રાફટ એક્સપર્ટ એસોસિએશન ના અધ્યક્ષ છે.હેન્ડીક્રાફ્ટનો વેપાર છોડીને એ જ ઉછીના પૈસાથી નિકાસનો ધંધો શરૂ કર્યો.સાથે જ તમને જણાવી દઈએ કે આ અસ્થાના ભાઈઓની કલાકારીગરી નો એક નમૂનો ભારતના પ્રધાનમંત્રી નરન્દ્ર મોદી ઇટલીના પ્રધાનમંત્રી ને ઉપહાર સ્વરૂપ આપો ચૂક્યા છે.આ મારબલ જડવાની કલાકૃતિ હતી જેને અસ્થાના ભાઈઓ ની કપની સ્ટોનનમેન સ્ક્રાફ્ટ એ આગ્રામાં બનાવી હતી.

અમર ઉજાલા થી મળેલી એક રિપોર્ટ અનુસાર સ્તોનમેન ક્રાફટ કંપની ના એમડી રજત અસ્થમા એ પોતાની સફળતા અંગે વાત કહી હતી કે જે નિશ્ચિત કરી ઉધુ હોય તેને કોઈ પણ હાલતમાં મેળવીને જ રહેવું જોઈએ.લાખ બાધાઓ આવવા છતાં તેને એક ચુનોતી સમજીને પાર કરી જવું.તેમને જણાવ્યું કે અમે અનેકો સંઘર્ષ કર્યો છે.જો તમારું કામ સારું હોય અને તમારી ઉત્પાદનની ગુણવત્તા સારી હોય તો તમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી.

રજત અસ્થાના ના ભાઈ શિશિર અસ્થાના જણાવે છે કે સ્ટોન હેંડીક્રાફટ ના વ્યવસાયને હજુ વધારે ઊંચાઈ પર લઈ જવાનો છે આગ્રા ની આ કળા દુનિયા ના દરેક ખૂણામાં જોવા મળે.એટલા માટે હજુ બહુ મોટા પાયે કામ કરવાનું બાકી છે.આમ બે ભાઈઓ ની કળાને આજે અનેક લોકો જોઈ રહ્યા છે જે એવી અદ્ભુત વસ્તુ તૈયાર કરી રહ્યા છે કે જોનાર દરેક લોકો આનંદમાં આવી જાય છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *