ગુજરાતના આ બે ભાઈઓએ વગાડ્યો પોતાના નામનો ડંકો ! ફક્ત 20 હજારમાંથી ઉભા કરી દીધા 130 કરોડ…જાણો કોણ છે આ બે ભાઈ અને શું કરે છે?
ટેકનોલોજીની દુનિયા આ બંને ભાઈઓ એ નાની ઉમરે એવી છલાંગ મારી કે 18 વર્ષની ઉમરે ૮૫૦૦૦ કરોડના ટર્ન ઓવર કરતી કંપનીના માલિક બની ગયા હતાં. ઈંટરનેટ અને ટેક બીઝનેસમાં આ બંને ભાઈઓ થોડાક જ વર્ષોમાં એવી પ્રગતિ કરી કે હાલ બંને ભાઈઓની કુલ સંપત્તિ ૧.૪ બિલિયન ડોલર કરતા વધારે છે.
આ બંને ભાઈઓ એ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ પોતાની કંપનીની શરૂઆત કરી દીધી હતી. ભાવિન અને દીવ્યાંકને ટેકનોલોજી અને ઈંટરનેટ ક્ષેત્રમાં બાળપણથી જ એટલો રસ હતો કે 12 વર્ષની ઉમરે જ બંને ભાઈઓ સોફ્ટવેરનું કોડીંગ કરતા હતા. જ્યારે ઈંટરનેટક્ષેત્ર વિષે કોઈને જાણ પણ ના હતી તે સમયે બંને ભાઈઓ એ પિતા પાસેથી 20000 રૂપિયા પરત કરવાની શરતે ઉછીના લઈને પોતાની કંપનીની શરૂઆત કરી દીધી.
મૂળ ગુજરાતી પણ ઉછેર થયો મુંબઇમાં તુરખીયા પરિવારના બે ભાઇઓ ભાવિન અને દિવ્યાંક મૂળ ગુજરાતના ભાવનગર શહેરના છે પરંતુ માતાપિતા પહેલેથી જ મુંબઇમાં સ્થાયી થયેલા છે. એટલે ભાવિન અને દિવ્યાંક મુંબઇગરા ગુજરાતી છે તેવું કહી શકાય. ધંધો ગુજરાતીઓના લોહીમાં હોય છે તેમ બિઝનેસની સમજ આ ભાઇઓને ઘરઆંગણે જ મળી. પિતા મહેન્દ્ર તુરાખીયા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે પૈસાનો હિસાબ અને મેનેજમેન્ટનું ડીએનએ મળી ગયું.
ભાવિનનો જન્મ 1979માં મુંબઇમાં અને દિવ્યાંક 1982માં ભાવનગરમાં જન્મ થયો હતો. બાળપણથી જ કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગના શોખીન દિવ્યાંકે માત્ર 13 વર્ષની ઉંમરે જ ભાઇ સાથે મળીને સ્ટોક માર્કેટની કિંમતો પર નજર રાખવા માટે એક સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવી.કોડિંગ પર પકડ જમાવ્યા બાદ તેઓએ પોતાનો કારોબાર શરૂ કરવાની યોજના બનાવી, જેમાં સૌથી મોટી અડચણ રોકાણને લઇને હતી.
પિતા પાસેથી લીધા 20,000 ઉધાર કંપનીની સફળતામાં દિવ્યાંક તુરાખીયાના મોટાંભાઇ ભાવિન તુરાખીયાની પણ મહત્વની ભૂમિકા રહી. બંનેએ મળીને વર્ષ 1998માં જ્યારે કંપનીની શરૂઆત કરી તો તેઓની ઉંમર 18 અને 16 વર્ષ હતી. આ બંનેએ પિતાના ઘરેથી જ વેબ હોસ્ટિંગ બિઝનેસ તરીકે ડાયરેક્ટીની સ્થાપના કરી. દિવ્યાંકે સીએનબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, આ કંપની માટે તેઓએ પિતા પાસેથી અંદાજિત 20 હજાર રૂપિયા ઉધાર લીધા, જેનું રેવન્યુ ચાર વર્ષની અંદર જ 10 લાખ ડોલર થઇ.
ત્યારબાદ આ જ કંપનીના બેનર હેઠળ ‘બિગરોક’નો જન્મ થયો. 2010માં બંને ભાઇઓએ એક સોફ્ટવેર બનાવ્યું. ડાયરેક્ટી બેનર હેઠળ અત્યાર સુધી કુલ 11 સ્ટાર્ટઅપ શરૂ થઇ ચૂક્યા છે.6 વર્ષ પહેલાં તુરાખીયા અને તેના ભાઇએ એન્ડ્યુરન્સ ઇન્ટરનેશનલને 1000 કરોડમાં ચાર બ્રાન્ડ્સ વેચી હતી. Directi જે ઓનલાઈન એડવર્ડટાઝીંગ અને ટ્રાન્સઝેકશન કંપની છે. જેમાં Ringo, Flock, Zeta, Radix, Media Net, Skenzo અને Codechef જેવી જાણીતી કંપનીનો સમાવેશ થાય છે. Directi ૯ મીલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે. જે કંપનીની ૩૦૦ મિલિયનથી વધારે છે.
2016માં બન્યા સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ સતત બે દાયકાઓની મહેનત બાદ પોતાના દમ પર ઉભી કરેલી આ કંપનીના કારણે જ તુરાખીયા 2016માં ભારતના સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગયા હતા.તેઓએ ચીનની કંપની બીજિંગ મિટેનો કોમ્યુનિકેશનને પોતાની કંપની વેચીને આ ઉપલબ્ધિ મેળવી હતી. એક સમયે કંપનીની વાર્ષિક રેવન્યુ 25 કરોડ ડોલર સુધી પહોંચી ગઇ હતી.
પિતા પાસેથી મળી એક શીખ દિવ્યાંકે કહ્યું કે, પિતાએ અમને આટલી રકમ આપતી વખતે એક સવાલ સુદ્ધાં નથી પૂછ્યો. કહ્યું કે, તમે જે પણ કરી રહ્યા છો તે કામ સફળ પણ થઇ શકો છો અને નિષ્ફળ પણ! કોઇ વાંધો નહીં, તમે કોશિશ કરતાં રહો. કારણ કે, નિષ્ફળ પણ રહ્યા તો કંઇક શીખવા મળશે.બંને ભાઇઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી નહીં હોવા છતાં પણ તેઓ સારા કોડર છે. આ ભાઇઓએ પોતાના દમ પર કોઇની સહાયતા વગર આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યુ.આજે તુરાખીયા ભાઇઓને ફર્સ્ટ ઇન્ટરનેટના આન્ત્રપ્રિન્યોર માનવામાં આવે છે.
ભાવિનના અંગત જીવનની વાત કરીએ તો તે એક સારો વાચંક, લેખક અને સારો વક્તા છે. તેમણે ટેકનોલોજી અને કમ્કેયુનીકેશન પર કેટલાક નોધપાત્ર પુસ્તકો લખ્યા છે તેમજ વક્તવ્યો આપ્યા છે. અપાર સંપતિ હોવા છતાં એક સરળ જીવનશૈલી ધરાવે છે.દીવ્યાંકના અંગત જીવનની વાત કરીએ તો તે એક ખુબ સારો એવો પાઈલોટ છે. તેમને દુનિયાભરમાં ફરવાનો અને એડવેન્ચર્સ લાઈફ જીવવનો શોખ છે જ્યારે દીવ્યાંકનો પ્રથમ પ્રેમ કમ્પ્યુટર છે. દીવ્યાંકે સ્ક્યુબા ડાઈવીંગ કરીને વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.