સુરતના આ બે મિત્રોએ કર્યો અદભુત આવિષ્કાર ! કોઈ પણ સ્કૂટર કે બાઇકને ચલાવી શકાશે ઇલેક્ટ્રિક અને પેટ્રોલથી…જાણો કેવી રીતે

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ તેવાજ સુરતના બે યુવાન વિશે વાત કરીશું જેણે શિક્ષકની નોકરી છોડી હાઇબ્રિડ કિટ તૈયાર કરી, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડમાં સ્કૂટર ચલાવી શકાશે. આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો આજના અમય માઁ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ખુબજ વધી ગયા છે તેવાંમાં હવે ઇલેલ્ટ્રીક બાઈક, કાર ના નવા નવા આવિષ્કારો પણ જોવા માળી રહયા છે. આને આવા આધુનિક યુગમાઁ સુરતના આ બે યુવાનોએ પણ કમાલ કરી નાખી એવી હાઇબ્રિટ કીટ બનાવી જેના દ્વારા તમે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક થી પણ સ્કૂટીને આરામ થી ચલાવી શકશો. તેમજ આ કિટની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 18 હજાર રૂપિયા છે.

આમ વાત કરીએ તો કીટ બનાવનાર બંને એક જ સ્કૂલમાં શિક્ષક હતા અને ત્યાંથી નોકરી છોડી આ કામ શરૂ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલા જ તેઓએ પોતાનો બેટરીનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ બંનેએ મળીને હાઇબ્રિડ કિટ તૈયાર કરી. આ હાઇબ્રિડ કિટમાં એક મોટર, એક બેટરી અને એક કંટ્રોલરનો ઉપયોગ કરાય છે. હાઈબ્રિડની કિંમત બેટરીની ક્ષમતા પ્રમાણે વધી ઘટી શકે છે.

તેમજ તેને ચાર્જ કર્યા પછી તે 55 થી 60 કિલોમીટર ની એવરેજ આપે છે. આમ કિટ બનાવનાર નિર્ભય ખોખરે જણાવ્યું હતું કે, સૌથી પહેલા બેટરી બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રિક બાઇક સ્કૂટરનો કોન્સેપ્ટ મનમાં આવતા સ્કૂટર-બાઇકનું 1-1 મોડેલ તૈયાર કરી પરમિશન માટે મોકલ્યું. દરમિયાન વિચાર આવ્યો કે, રાઇડમાં બેટરી પતી જાય તો? ચાર્ચ કરવામાં ઘણો સમય જો. ચાર્જિંગ સ્ટેશન ત્યાં ન હોય તો? જેથી અમે હાઇબ્રિડ કિટ ડેવલપ કરી. મોટી કંપનીઓ બંને મોડ નથી આપતી કેમ કે, કોસ્ટ વધી જાય છે અને ડિઝાઇનમાં પણ ફેરફારની જરૂર પડશે. બેટરી ઘરની જ છે એટલે સસ્તા ભાવે આપું છું.

કિટની વાત કરીએ તો આ હાઇબ્રિડ કિટમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ કંટ્રોલર, બેટરી અને મોટર હોય છે. પેટ્રોલ મોડમાં જે રીતે સ્કૂટર ચાલે છે તે એવી જ રીતે ચાલશે, એની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરાશે નહીં. સ્કૂટરમાં બે ચાવી હશે, જેમાં એક પેટ્રોલ મોડમાં ચલાવવા માટે અને બીજી ચાવી બેટરીથી સ્કૂટરને ચલાવવા માટે, એક ચાવીથી પણ બંને ઓપરેટ કરી શકાય છે. બેટરીને ડિક્કીમાં મુકવામાં આવે છે અને મોટરને પાછળના વ્હીલ સાથે કનેક્ટ કરીને ફિટ કરવામાં આવે છે. બેટરી અને મોટર વચ્ચે એક કંટ્રોલર ફિટ કરાય છે. જેથી મોટરની સ્પીડને કંટ્રોલ કરી શકાશે. સ્કૂટર પેટ્રોલ મોડ પર હોય ત્યારે ઇલેક્ટ્રિક મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે અને જ્યારે ઇલેક્ટ્રિક મોડ પર હોય ત્યારે પેટ્રોલ મોડ સુસુપ્ત અવસ્થામાં હોય છે.

આમ ફાયદાકારક બાબત એ છે કે આ કિટની બેટરી એટલી નાની છે કી તી સ્કૂટીની ડિક્કીમા સમાઈ જાઈ છે. આમ હાઇબ્રિડ કિટ બનાવનારા બંને મિત્રોએ જણાવ્યું હતું કે, અમે હાલ પાઉચ સેલ બેટરી ઉપર સંશોધન કરી રહ્યા છે, જેમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ નાની-મોટી બેટરી કરી શકાય બેટરીની સાઈઝ વધારી શકાય સાથે સાથે તેની કિલોમીટરની ક્ષમતા પણ વધારી શકાય છે. આ સાથેજ હાઇબ્રિડ સ્કૂટર બનાવનારા બંને મિત્રોએ કહ્યું હતું કે, હાલ સરકાર હાઇબ્રિડ બાઈક માટે નિયમો બનાવી રહે છે, ત્યારે અમે પણ અમારા સંશોધનમાં આગળ વધી રહ્યા છે. આખી ગાડી અમે બનાવીએ અને તૈયાર રાખીએ છીએ. અપ્રુવલ મળે ત્યાર પછી અમે સ્કૂટર અને બાઈકને માર્કેટમાં મૂકીશું. અમારું ભોપાલના એક પ્રોડક્શન હાઉસ સાથે ટાઈઅપ થઈ ચૂક્યું છે, જ્યાં મહિનાની 1000થી વધુ ગાડી તૈયાર થાય તેવું અમારું લક્ષ્ય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *