સુરતના આ બે વિદ્યાર્થીઓએ કર્યો અદ્ભુત આવિષ્કાર ! હવે આગળ જતા મોરબી જેવી દુર્ઘટના નહિ ઘટે…જાણો ખાસિયત

મિત્રો તમને ખ્યાલ હશે કે હાલમાંજ થોડા સમય પહેલા ફક્ત રાજ્યમાં નહિ પરંતુ દેશને ધ્રુજાવી દેતી ઘટના મોરબીમાં બની હતી. મોરબીની ઘટનામાં 143 લોકો કરતા પણ વધુ લોકોનો જીવ ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર મોરબી પંથકમાં ગમનો માહોલ છવાઈ ગયો હતો. તેવામાં વાત કરીએ તો આ દુર્ઘટના જેવી બીજી કોઈ પણ દુર્ઘટના નો બને તેના માટે સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ ખુબજ સરસ મોડેલ બનાવ્યું છે જેની ખાસિયત જાણી તમે પણ આ વિદ્યાર્થીઓના ખુબજ વખાણ કરશો.

આ મોડેલ સુરત માંથી સામે આવી રહત્ય છે જ્યા નગર શિક્ષણ સમિતિની શાળાના બે વિદ્યાર્થીની જોડીએ વિજ્ઞાન મેળામાં અનોખી કૃતિ રજૂ કરી છે. 13 વર્ષના બંને બાળકોએ મોરબીની દુર્ઘટનાની કૃતિ રજૂ કરી છે. મોરબીનો ઝુલતો પુલ બનાવીને બે બાળકોએ સમજાવ્યું છે કે પુલ ઉપર એક લિમિટ કરતાં વજન વધી જાય તો પુલને કઈ રીતે તૂટતો બચાવી શકાય છે. અને લોકોના જીવ પણ જોખમાતાં નથી. આ મોડેલ ને કારણે પુલનું વ્યવસ્થિત અને સારી રીતે ઉપયોગ કરવા ખુબજ મદદ મળશે.

તમને જણાવીએ તો મોરબી જેવી બીજી દુર્ઘટના નો બાને તેના માટે આ વિદ્યાર્થીઓએ આ મોડેલ તૈયાર કર્યું છે. આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રાંદેર ઝોનમાં આવેલી શાળા ક્રમાંક 218 શ્રી ધૂમકેતુ પ્રાથમિક શાળાના ધોરણ આઠમાં ભણતા 13 વર્ષના કુલદીપ સિંહ મકવાણા અને આશિષ દશકિયા નામના બે વિદ્યાર્થીઓએ મોરબી જેવી દુર્ઘટના રોકવા માટે સેન્સર થી ચાલતું એક મોડલ બનાવ્યું હતું. આ મોડલ અંગે વિદ્યાર્થીઓ કહે છે, મોરબીની દુઃખદ ઘટના બની આવી દુર્ઘટના નું પુનરાવર્તન ન થાય તે જરુરી છે. આ મોડલ સાથે સેન્સર જોડી દેવામાં આવ્યું છે. આ બ્રિજ પરનો વજન નક્કી કરવામા આવ્યું છે.

તેમજ જ્યારે તેના કરતાં વજન વધે તો સેન્સર થકી એલાર્મ વાગે અને લાઈટ થવા લાગે છે. આ એલાર્મ એ બતાવે છે કે બ્રિજ પર વજન વધ્યું છે તેથી જોખમ ઉભું થાય તેવી શક્યતા છે. તેથી તાત્કાલિક વધારાનું વજન ન થવા દેવા સાથે બ્રિજ પર હાજર લોકોને ખસેડી દેવામાં આવે અને તેના કારણે દુર્ઘટનાનું નિવારણ થઈ શકે છે. આમ સુરતના 13 વર્ષના બાળકોએ વિજ્ઞાન મેળામાં જે કરી બતાવ્યું છે તેવું કાર્ય ખરેખર તો મોરબીના ઝુલતા બ્રિજ જેવા અનેક પુલો બનાવનાર એન્જિનિયરોએ વિચારવાની અને કરવાની જરૂર હોય છે.

વિજ્ઞાન મેળામાં સામાન્ય દેખાતો આ પ્રોજેક્ટ આજે ખૂબ મોટી સમજ આપી રહ્યો છે. ધોરણ આઠમાં ભણતા ૧૩ વર્ષના બાળકો જો આટલી મોટી સમજ દાખવી શકતા હોય તો કરોડો અને આબોજો ના ખર્ચે બનાવનાર બ્રિજ કંપનીઓ આવી નાની બાબતો કેમ ધ્યાને આપતી નથી તેવા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. ખરેખર બ્રિજ પર વજન વધવાને કારણે તૂટી પડ્યો છે તો આ અંગે આગવી સમજ રાખીને વધુ વજન માટે એલર્ટ મ્યુઝિક વાળી સિસ્ટમ ગોઠવી હોત તો આવી મોટી હોનારત ટાળી શક્યા હોત.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *