KBC ૧૪ માં હોટસીટ મેળવનાર આ 11 વર્ષીય છોકરીએ બિગ બી ના કાનમાં કહી દીધી એવી વાત કે, તેના પણ ઉડી ગયા હોશ…જુઓ વિડિઓમાં
વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. તેવામાં હાલ આ શોમાં બાળકો પોતાના જ્ઞાન અને નટખટ અંદાજથી ધમાલમચાવી રહ્યા છે. હાલમાં જ હોટ સીટ પર આવેલી બાળકીએ અમિતાભ બચ્ચનને હેરાન-પરેશાન કરી દીધા હતા.
તે એટલું બધું બોલતી હતી કે બિગ બીની બોલતી બંધ થઈ ગઈ હતી. હાલ આ શો ની હોટ સીટ પર 11 વર્ષીય અનવિશા ત્યાગી ફાસ્ટેટ ફિગર ફર્સ્ટ રાઉન્ડ જીતીને હોટસીટ સુધી આવી હતી. આ શો માં એવું થયું કે અનવિશાએ હોટ સીટ પર આવીને તરત જ બિગ બીના કાનમાં કહ્યું હતું કે તેની મમ્મી ગણિતની ટીચર છે, પરંતુ તેને આ સબ્જેક્ટ બિલકુલ ગમતો નથી. અનવિશાએ બિગ બીને એમ પણ કહ્યું હતું કે તે આ વાત કોઈની સાથે શૅર ના કરે.
આમ જોકે, અમિતાભ ક્યાં કોઈનું માને એમ છે. તેણે આ વાત અવનિશાની મમ્મીને કહી દીધી હતી. અમિતાભની આ હરકત જોઈને અવનિશાએ પણ બિગ બીની પોલ ખોલવાનું નક્કી કર્યું હતું. અનવિશાએ બિગ બીને સવાલ કર્યો હતો કે પ્રિન્સિપાલ તથા ટીચરે ના પકડ્યા હોય તેવા કયા તોફાનો તમે સ્કૂલમાં કર્યા હતા.
આ સાથે મિત્રો તમે વિડિઓમાં જોઈ શકો છો કે અનવિશાએ બિગ બીને સો.મીડિયામાં તેને ફોલો કરવાનું કહ્યું હતું. અનવિશાની નોનસ્ટોપ વાતોથી માત્ર બિગ બી જ નહીં, પણ દર્શકો પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. અમિતાભે કહ્યું હતું, ‘તમે અમારી બધાની બોલતી બંધ કરી દીધી છે.’ આ સાંભળીને અનવિશાએ કહ્યું હતું કે તે પોતાની વાત પર ક્યારેય કંટ્રોલ રાખી શકતી નથી. તેને ડાન્સનો ઘણો જ શોખ છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો