23 વર્ષની આ દીકરીએ પાઇપની અંદર એવું આલીશાન ઘર બનાવ્યું કે જેની કારીગરી જોઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા…જુઓ તસવીરો

જેમ તમે જાણોજ જાણોજ છો કે જીવનમાઁ સફળતા મેળવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ લોકો તેમના જીવનમાં ખુબજ અભ્યાસ પણ કરવો પડતો હોઈ છે. તેમજ જે વ્યક્તિ તેની નબળી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈને સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરે છે તે જીવનમાં એક ને એક દિવસે જરૂર એક ઉંચુ નામ બનાવે છે અને પોતાના પરિવારનું નામ રોશન કરે છે.

વાત કરીએ તો 23 વર્ષની પેરાલા માનસા રેડ્ડીએ પાઇપની અંદર એવું આલીશાન ઘર બનાવ્યું હતું જેની કારીગરી જોઇને સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. તેને જે ઘર બનાવ્યું છે તેના દ્વારા સારું અને સસ્તું ઘરની ઇચ્છા રાખનારા લોકો બહુ જ ઓછા ખર્ચમાં આ સુંદર ઘર બનાવી શકે છે. તમને જણાવી દઇએ કે માનસાએ જે ઘર બનાવ્યું તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. તે એક સિવિલ ઇજનેર છે. તેમજ માનસાએ આ સુંદર ઘર બનાવવા માટે સીવરેજમાં ઉપયોગ કરવામાં આવીતી સિમેન્ટની પાઇપનો ઉપયોગ કર્યો છે. જેના લઈને તેને જણાવ્યું હતું કે “પાઇપ ગોળ આકારની છે. આ ઘરની અંદર ત્રણ લોકોનો પરિવાર આરામથી રહી શકે છે. જેની અંદર 1 BHK, 2BHK, અને 3BHK ઘર આરામથી બની શકે છે.” એટલું જ નહિ આ ઘરને જોઇને તમે પણ અનુમાન લગાવી શકશો કે આ સુંદર ઘરને બનાવવા માટે વધારે પૈસાની જરૂર નથી.

આમ માનસાનું કેવું છે કે “આ પ્રકારનું ઘર બનાવવા માટે તેને 15થી 20 વિસનો સમય લાગી ગયો અને તેને “samnavi Constructions”ના નામથી એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.” તમને જણાવી દઇએ કે માનસાને આ આઈડિયા રોડ કિનારે પાઇપની અંદર સુઈ રહેલા લોકોને જોઇને આવ્યો હતો. તેનું કહેવું છે કે ખાલી પાઇપની અંદર આ પ્રકારે પણ રહી શકાય છે. તો આ પાઇપને જ એક સુંદર ઘર બનાવી દેવામાં આવે. જેના કારણે તે સરળતાથી તેમાં રહી શકે. તેનું કહેવું છે કે જાપાન અને હોંગકોંગમાં પણ આવા ઘરનું કામ ચાલી રહ્યું છે.

તેમજ જોઈએ તો માનસાએ આ ઘરને અંદરથી ડિઝાઇન કર્યું છે. એક પરિવારને રહેવા માટે જે પણ સુવિધાઓની જરૂર પડે તે બધી જ સુવિધાઓ આ ઘરની અંદર છે. આ ઘર 16 ફૂટ લાંબુ છે અને 7 ફૂટ ઊંચું છે. એટલું જ નહિ નાના રૂપમાં બનેલા આ ઘરની અંદર લિવિંગ રૂમ, એક બાથરૂમ, રસોડા સાથે એક બેડરૂમ પણ છે. તો આ ઘરની ઉપર એક મીની ગાર્ડન પણ છે. વાત કરીએ તો માનસાએ ગત વર્ષે જાન્યુઆરીમાં ‘સમનવી કન્સ્ટ્રક્શન્સ’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં મનસા અને તેની ટીમે દેશના ઘણા શહેરોમાં 200થી વધુ ટ્યુબ હાઉસ, રેસ્ટોરન્ટ, કોટેજ, રિસોર્ટ અને ક્લિનિક્સ બનાવ્યા છે અને ઇન્સ્ટોલ કર્યા છે. માનસાએ તેના સ્ટાર્ટઅપ દ્વારા 200 થી વધુ લોકોને રોજ્ગારી આપી છે અને દર મહિને લાખોની કમાણી કરી રહી છે.

આ સાથે મનસા કહે છે, “જાપાનના ઓપોડ હાઉસ મોટાભાગે એકલા લોકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવે છે, જ્યારે અમે પરિવાર અને તેમની જરૂરિયાતો અનુસાર ઘરો બનાવીએ છીએ. અમે આ OPod ઘરો બનાવતી વખતે ઘણા પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ, ખાસ કરીને તાપમાનને જેથી તે તમામ હવામાન પરિસ્થિતિઓમાં રહેવા માટે આરામદાયક હોય.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *