આ 23 વર્ષ ના ગુજરાતી યુવાને એવી કમાલ કરી કે અદાણી અંબાણી ના લીસ્ટ મા આવી ગયો ! તેની કુલ સંપત્તિ…

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે જણાવીશું જે ફક્ત 23 વર્ષની ઉંમરે અંબાણીની બરોબર ધનવાન વ્યક્તિ બની ગયો. તમને તેની સફળતાની કહાનિ સાંભળી 100% ગમશે. તો ચાલો તમને વિગતે જણાવીએ.

હા અમે વાત કરી રહ્યા છીએ શાશ્વત નાકરાણીનું. જે ભારતના સૌથી અમીર લોકોની લેટેસ્ટ લિસ્ટમાં તેનું નામ શામેલ થયું છે. આ IIFL Wealth Hurun India Rich List 2021માં તેના નામને શામેલ કરવામાં આવ્યું છે. શાશ્વત નાકરાણી મુળ ભાવનગરના છે. વાત કરીએ તો આજથી 4 વર્ષ પહેલાની વાત છે. જ્યારે તેની ઉંમર 19 વર્ષ હતી. તે સમય Shashvat Nakraniએ ભારત પે (BharatPe)ની સ્થાપના કરી હતી. તે સમયે તે આઈઆઈટી દિલ્હીમાં ત્રીજા વર્ષનો અભ્યાસ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2015માં તેમણે આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તે ટેક્સટાઈલનો અભ્યાસ કરી રહ્યા હતા. ત્રણ વર્ષ બાદ તેમને ડ્રોપઆઉટ કરવું પડ્યું.

તેમજ જયારે 23 વર્ષની ઉંમરમાં દરેક વ્યક્તિ પોતાનું ગ્રેજ્યુએશન ખતમ કરી. લાઈફ વિશે થોડી ઘણી સીરિયસનેસ બતાવીને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનું વિચારે છે. પરંતુ અમુક લોકો આવું વિચારવાની જગ્યા પર કંઈક અલગ વિચારતા હોય છે. જે આ શાશ્વત નાકરાણીએ કર્યું છે. તેમજ વાત કરીએ તો આઈઆઈએફએલ વેલ્થ હરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2021માં મુકેશ અંબાણી પહેલા નંબર પર છે. તે 10 વર્ષ માટે આ લિસ્ટમાં પહેલા નંબર પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ આ વર્ષે 7,18,000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 5,05,900 કરોડની સંપત્તિની સાથે ગૌતમ અદાણી બીજા અને શિવ નાડર ત્રીજા નંબર પર છે. નાડરની કુલ સંપત્તિ 2,36,600 કરોડ રૂપિયા છે. એસપી હિન્દુજા એન્ડ ફેમિલી ચોથા, એલએન મિત્તલ પાંચમાં, સાઈરસ પુનાવાલ છઠ્ઠા અને રાધાકિશન દમાની સાતમાં નંબર પર છે.

આમ Youngest Richest Self Madeની લિસ્ટમાં એ લોકોનું પણ નામ હતું જે પોતાના દમ પર આ સ્થાન મેળવવામાં સફળ રહ્યા હોય જેમાં શાશ્વતનું નામ પણ હતું. 22 વર્ષની ઉંમરમાં તે ફિનટેક સ્પેસ ઈન ઈન્ડિયાના સૌથી યંગ કો-ફાઉન્ડર હતા. ચોંકાવનારી વાત તો એ છે કે અહીં સુધી કે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ બન્ને કોલેજ ડ્રોપ આઉટ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *