આ ૯૫ વર્ષ ના દાદા એ હજારો કંકોત્રી ભેગી કરી ને સાચવી રાખી ! કારણ જાણશો તો તેના માટે માન વધી જશે

લગ્નની સીઝન ચાલી રહી છે . દરેકના ઘરે લગ્નના કાર્ડ આવતા હોય છે લોકો થોડા દિવસ પછી પ્રસંગ પૂરા  થાય એટલે તેને ફેકી દે છે . પરંતુ જેસલમેર માં એક ઘર એવું છે જ્યાં કાર્ડ ને ફેકવામાં નથી આવતું પરંતુ તેણે સાચવીને રાખવામાં આવે છે . જેસલમેરના રાજ પરિવાર ના સચિવ રહેલા લાઘુરામ બલ્લાની ૯૫ વર્ષના છે . તે આજે પણ લગ્નનું કોઈ પણ કાર્ડ ફેકી દેતા નથી આ જ કારણે ઘરમાં ઘણા કાર્ડ જમા થયા છે .

છેલ્લા ૫૦ વર્ષોથી જેસલમેર ના ચૈનપુરા વિસ્તારમાં તે રહેનાર વૃદ્ધ લાઘુરામભાઈ  બલ્લાની જણાવે છે કે , ભગવાનના ફોટો તેમાં લગાડેલા હોવા છતાં લોકો તેને કચરાપેટી માં ફેકી દેતા હોય છે . લગભગ ૫૦ વર્ષ પહેલા જયારે તેણે ઘરમાં લગ્નનું કાર્ડ જોયું અને જોયું કે લગ્નનો કાર્યક્રમ પૂરો થઇ ગયા  પછી તે હવે કોઈ કામનું રહ્યું નથી અને બહાર કચરાપેટીમાં ફેકી દેવું  પડ્યો ત્યારે મને ખુબ જ ખરાબ લાગ્યું . બસ તે દિવસથી મેં કાર્ડ સાચવવાનું શરુ કરી દીધું અને આજ પણ આ પ્રકિયા શરુ છે .

લાઘુરામભાઈ તેનું ધ્યાન પણ એટલું રાખે છે કે બધા કાર્ડ ને લોખંડની પેટી માં સાચવીને મુકે છે જેથી ઘર ના કોઈ સભ્ય તેને  ફેકી દે નહિ . બહુ સમય પહેલા તે ૨૦૦૦ રૂપિયાની લોખંડ ની પેટી ખરીદી ને લાવ્યા હતા .આ સિવાય એક લોખંડનો કબાટ અને એક કપડાની પોટલી માં પણ કાર્ડ રાખેલા છે ,ઘરના કોઈ પણ સદસ્યોને આ કાર્ડને અડવાની અને તેને  જોવાની સખત મનાઈ  છે .

લાઘુરામ ભાઈ જણાવે છે કે , શરૂઆતમાં તે એક કબાટ માં કાર્ડ રાખતા હતા . જેમ જેમ કાર્ડ વધતા ગયા એમ તેમણે લોખંડની  પેટીઓ ખરીદવી પડી હતી .અત્યારે તેમની પાસે આવા હજારો કાર્ડ છે . તેમણે કહ્યું  કે હવે સૌથી જુનું કાર્ડ તો ખબર નથી પણ ૫૦ વર્ષ થી વધુ આ સિલસિલો શરુ થયો હતો .જ્યારથી આ શરુ કર્યું ત્યારથી તેમણે એક પણ ઘરમાં આવેલું લગ્નનું કાર્ડ ને નસ્ટ નથી કર્યું .

તેમની પત્ની નું આ બાબતે કહેવું છે કે , તેમની પાસે ૧૯૬૦ થી લઈને આજ સુધીના જેટલા  કાર્ડ  ઘરે આવ્યા તે તમામ  મોજુદ છે . લોકોની પાસે પોતાના લગ્નના કાર્ડ નહિ હોય પરંતુ આમની પાસે હજુ તે કાર્ડ જોવા મળશે .લાઘુરામભાઈ બલ્લાની ના ઘરે  ૫૦ થી ૬૦ વર્ષ જુના ઘણા એવા કાર્ડ છે જે ફાટી ગયા છે અને જર્જરિત અવસ્થામાં છે. આમ છતાં ઘરના કોઈ પણ સદસ્યોને કાર્ડ ને ફેકવાની મંજુરી નથી .

તેમના દીકરા ચંદ્રપ્રકાશ બલ્લાની જણાવે છે કે , આટલા બધા કાર્ડોને સાચવવા મુશ્કેલ હોય છે . પરંતુ અમે બધા પરિવારના લોકોએ સાથ આપ્યો તો આ શક્ય બન્યું . લાઘુરામભાઈ ના ઘરે એક રૂમમાં લગ્નના હજારો કાર્ડ મોટા બોક્સ , કબાટ અને કપડામાં બાંધ્યા  છે . તેમનો  પોત્ર સુમીત જણાવે છે કે અમે પહેલી વાર એટલા બધા કાર્ડ જોયા છે કારણ કે અમને પણ આ કાર્ડ ને અડવાની મનાઈ  છે .

સુમિતે જણાવ્યું કે આજ દાદાજી એ તમારા  આવવાના કારણે આદેશ આપ્યો હતો કે બોક્સ ને ખોલો ત્યારે આ ખુલ્યું નહીતો અમને કોઈ દિવસ ખબર જ ના હોત કે આ બોક્સ અને કબાટમાં સુ છે . સમાજમાં એવો રીવાજ છે કે લગ્નનું કાર્ડ આવે ત્યારે લગ્નના ઘરે અભિનંદન મની મોકલવાની હોય છે .

લાઘુરામભાઈ એ એક પણ લગ્ન નથી છોડ્યા કે જેમાં તેમણે અભિનંદન મની મોકલ્યા ના હોય .જે રકમ મોકલવામાં આવી હતી તે લગ્નના કાર્ડની પાછળ નોંધવામાં આવી હતી . દરેક  કાર્ડની પાછળ  રકમ લખેલી હતી . જો તેમણે દેશના કોઈ પણ ખુણેથી કાર્ડ મળ્યું હોય તો તેઓ ત્યાં ભેટ ચોક્કસ મોકલે છે . અને કાર્ડ પર લખે જેથી પરિવાર ને યાદ રહે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *