56 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન!જાણો અજબ પ્રેમની ગજબ કહાની વિશે… આ રીતે થઈ હતી મુલાકાત

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં 56 વર્ષના આધેડે 29 વર્ષની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જે દંપતીને લગ્ન જીવન દરમિયાન 3 બાળકો થયા છે. આવો તમને તેની સ્ટોરી વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો પાકિસ્તાન રેલવેમાં કામ કરતા માણસના જણાવ્યા અનુસાર કે આશરે 9 વર્ષ પહેલાની વાત છે. આ સમયગાળા દરમિયાન તેમની પત્ની હૃદયની સમસ્યાથી પીડાતી હતી અને લાંબી સારવાર બાદ પણ તેનું મોત નીપજ્યું હતુ. ત્યારબાદ પોતાની ત્રણ દીકરીઓની ચિંતા થતી હતી. બાળકોની ચિંતા અને નોકરી બન્નેને વચ્ચે સંકલન અઘરું બન્યું હતું.આ દરમિયાન આ વ્યક્તિને 29 વર્ષની મહિલા વિશે જાણકારી મળી હતી. આ પરણિત મહિલાને તેના પતિ સાથે ન બનતા મહિલાએ છૂટાછેડા આપી દીધા હતા. મહિલાનો પતિ મારતો હોવાથી તેણે છુટાછેડા આપ્યા અને ત્યારબાદ મહિલાએ લગ્ન ન કરવાનું વિચાર્યું હતું અને જો ફરી લગ્ન કરશે તો યુવાને બદલે વૃદ્ધ સાથે જ લગ્ન કરશે તેમ મહિલાએ વિચાર્યું હતું.

આમ વધુમાં તેણે જણાવ્યું કે પરિવારના કેટલાક સભ્યોને વાત કર્યા બાદ મહિલા લગ્ન માટે માની ગઈ હતી. પરંતુ લગ્ન બાદ બીજી પત્ની ઘરે આવી હતી જેની સામે માટે સમસ્યાએ હતી કે આ વ્યક્તિની ત્રણ દીકરીઓ મોટી હોવાથી તે બીજી માને સ્વીકારવા તૈયાર ન હતી. ત્યારબાદ નવા પરિવારમાં સ્થાન બનાવવું મુશ્કેલ હોવા છતાં મહિલાએ બધાના દિલ જીતી સ્થાન બનાવી લીધું હતું. આમ દંપનીના બીજા લગ્નથી બંનેને બીજા 3 બાળકોનો જન્મ થયો હતો. હાલ પુરુષની ઉંમર 65 વર્ષની છે બીજી તરફ તેની પત્નીની ઉંમર માત્ર 38 વર્ષની છે. ઉપરાંત પુરુષની મોટી પુત્રીની ઉંમર પણ 25 વર્ષની છે. બીજી પત્નીના પ્રવેશથી આનંદિત માણસે જણાવ્યું હતું કે એકવાર તે ખૂબ બીમાર પડ્યો હતો જે વેળાએ તેની નવી પત્નીએ જ તેની અને તેની ત્રણ પુત્રીઓની સંભાળ લીધી હતી.

આ સાથે જણાવીએ તો આ લગ્નથી ખુશ નવી પત્નીના કહ્યા અનુસાર પોતાના વૃદ્ધ પતિનું વર્તન ઘણું સારું છે અને કાશ તેના લગ્ન પહેલા જ તેણી સાથે થયા હોત તો તેમની ખૂબ સંભાળ રખાત.બીજી તરફ આ લગ્ન બાદ તેમને મેંણા પણ સાંભળવા મળ્યા છે. કેમ કે ઘણા લોકો તેના પતિને તેની સામે બાબા કહીને બોલાવે છે તો અમુક લોકો ભૂલથી તેમના પતિને સાસરા સમજી લેતા હોવાથી દંપતીને શરમનો સામનો કરવાનો વારો આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *