આ ૬ વર્ષનો ટેણીયો ગાય છે ખુબજ સુરીલા અંદાજમાં! સાંભળી તમે પણ થઇ જશો મંત્રમુગ્ધ…જુઓ વિડીઓ
મિત્રો ગીત ગાવાનો શોખ આજના સમય માં કોને નથી હોતો તેમજ લોકો સંગીતમાં પણ અલગ અલગ પ્રકારના ગીત ગાતા હોઈ છે વાત કરીએ તો આ દુનિયામાં બધાજ લોકોનો અવાજ સરખો હોતો નથી કોઈકનો અવાજ પાતળો તો વળી કોઈનો આવાજ ઝાડો હોઈ છે વળી અમુક લોકોને ભગવાન તરફથી ખુબજ સારો મધુર અવાજ ભેટ તરીકે મળ્યો હોઈ છે જેના વાજ થી તે વ્યક્તિ લોકોના દિલ જીતી લેતો હોઈ છે. તેવીજ રીતે એક નાના ક્યુટ બાળકનો વિડીઓ સામે આવી રહ્યો છે જેનો મધુર અવાજ સાંભળી તમે પણ મંત્રમુગ્ધ થઇ જશો, ગાય છે ખુબજ જોરદાર ગીતો આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો અત્યારે નાના બાળકો પોતાના ટેલેન્ટ ને લીધે સોસીયલ મીડિયા મારફતે રાતોરાત વાયરલ થતા હોય છે. આ નાના બાળકો આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતો જોવા મળી રહ્યો છે. તમે વિડીઓમાં જોઈ શકો છો કે છ વર્ષ નો છોટુ ખૂબ જ સારા ગીતો ગાય રહ્યો છે. તેનું ગીત ” કદી આવોની રસીલા મારા દેશ, જોવા તારી બાટ ઘણી” અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ ગીત ભારે ધૂમ મચાવી રહ્યું છે. તેની વાત કરીએ તો જેસલમેર ની અંદર આવેલું ઝીંનઝીયાલી ગામ નો રહેવાસી છોટુ ખાન છે.
આ સાથે તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા ઉપર લાખો લોકો જેસલમેર ના આં નાનકડા કલાકાર ના દીવાના બની ગયા છે. તેમજ તેમના પિતા કહે છે કે આ બાળકે જાન્યુઆરી ની અંદર એક લગ્ન સમારોહમાં ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. આ બાળક નો વિડિયો લગ્નની અંદર આવેલા એક મહેમાને બનાવ્યો હતો. તે સમયથી લઈને અત્યાર સુધી આવા વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ થવા લાગ્યો છે. છોટુ ખાન બીજા ધોરણ ની અંદર અભ્યાસ કરે છે. અને આ બાળકનો અવાજ ખૂબ જ સુંદર છે.
આમ આ વાયરલ વીડિયોને લોકો સોશિયલ મીડિયા ઉપર શેર પણ કરી રહ્યા છે. તેમના કાકા દિલાવર ખાન કહે છે કે છેલ્લા સાત થી આઠ મહિનાથી, છોટુ મારી સાથે લગ્ન પ્રસંગે કાર્યક્રમમાં આવે છે. તેનો રસ જોઈને હું દિવસના ૨થી ૩ કલાક ગાવા નું શીખવું છું. છોટુ આખો દિવસ રમતી વખતે કંઈક ને કંઈક ગીત ગાતો રહ્યો છે. આ સાથે તેમના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે વધુમાં જણાવ્યું હતું કે કોરોના ની મહા મુશ્કેલી માં ખાવા મુશ્કેલીઓ પડી રહી હતી, એમાં સામાજિક કાર્યકરો અને બીજી ઘણી બધી સંસ્થાઓ એ તેમની મદદ કરી હતી અને ખાવાપીવાની વ્યવસ્થા કરી આપતા હતા. અત્યારે લગ્નમાં અને બીજા કાર્યક્રમમાં જઈને ગીતો ગાઈ ને ગુજરાન ચલાવી રહ્યા છે. આમ આ છોટુને હવે દેશમાં પણ લોક ઓળખતા થયા છે અને કાર્યક્રમ કરવા ખાસ બોલવે છે.
इतनी कम उम्र में इतना शानदार गायन। हमारे मारवाड़ के लोक कलाकार 👏👏 pic.twitter.com/LVjSj0o1f3
— Dev Choudhary (@DevChoudharyIAS) February 1, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો