આ 70 વર્ષીય વૃદ્ધ પડ્યો પોતાની દીકરીની ઉંમરની યુવતીના પ્રેમમાં! યુવતી પણ કરે છે ગળાડૂબ પ્રેમ, જાણો પુરી વાત કોણ છે આ વૃદ્ધ અને આવક…
એક રીતે જ્યારે લગ્નની વાત કરવામાં આવે છે તો તેના વિશે એવુ જણાવવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચેની ઉંમરમાં કેટલાક વર્ષ સુધીનું અંતર શુભ માનવામાં આવે છે. જેનું કારણ એ છે કે તેના કારણે પતિ અને પત્ની એક બીજાને સરળતાથી સમજી શકે છે. પરંતુ જો કોઈ એવી ટેડીમેડી જોડી જોવા મળે તો આપણને ઘણી નવાઈ લાગતી હોય છે. આવી ઘટનાઓમાં આપણે ભાગ્યનો ખેલ સમજીને ચુપ થઈ જતા હોય છીએ. પરંતુ જો પતિ અને પત્ની વચ્ચેની ઉંમરનું અંતર તો દિકરીની ઉંમરનું જોવા મળે તો ઘણી બબાલ થાય છે.
તમારી જાણકારી માટે જણાવી દયે કે આવુ જ કંઈક હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરો પર દુનિયાભરમાંથી અલગ અલગ પ્રકારની કમેન્ટ આવી રહી છે.
હવે તમે વિચારતા હશો કે આખરે આ વ્યક્તિ કોણ છે કે જેને પોતાનાથી 40-45 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયામાં ચહલપહલ મચાવી દીધી છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે તસ્વીરમાં જોવા મળી રહેલો માણસ કોઈ સામાન્ય માણસ નહીં પણ અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર રાજેશ કુમાર હિમતસંગ્મા જ છે. પણ તમને જણાવી દઈએ કે હકિકત કંઈક બીજી જ છે.
તમને જણાવી દયે કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી તો તસવીરમાં જોવા મળી રહેલો વૃદ્ધ વ્યક્તિ અસમમાં મોટો બિઝનેસમેન છે. જેનું નામ રાજેશ કુમાર હિમતસંગ્યા છે. પરંતુ તે અપોલો હોસ્પિટલનો ડાયરેક્ટર તો બિલકુલ નથી..તમારી જાણકારી માટે જણાવી દયે કે આ તસવીરમાં જોવા મળી રહેલા માણસનું નામ રાજેશ કુમાર છે. જે 1987માં હિમતસંગ્યા ઓટો ઈંટરપ્રાઈઝેઝ લિમેટેડના મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે તેના પરિવારના અન્ય સભ્યો પણ તેનો આ બિઝનેસ સંભાળી રહ્યાં હતા.
તમને જણાવી દઈએ કે જ્યારે રાજેશ કુમારને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ભલે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હોય. પણ આ તેના અંગત જીવનનો નિર્ણય છે. રાજેશ કુમાર હિમતસંગ્માએ પોતાની પત્ની દેહાંત પછી પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પણ ઘણા લોકોએ આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. પણ રાજેશ કુમારને લોકોના વિરોધની કોઈ અસર પડી ન હતી.