સલમાન ખાન સાથે હવે આ અભિનેત્રી ગળે વળગી ! સલમાન અને શહેનાઝ ગીલ હવે…

હાલના સમયમાં બોલીવુડના ખૂબ ઉંચા અભિનેતાઓની કેટલીક movment કે વાતો સોશિયલ મીડિયામાં ફરતી જોવા મળે છે,એમાં બોલીવુડના ભાઈ તરીકે ઓળખાતા સલમાન ખાન ગઈકાલના ઈદના પર્વ નિમિત્તે યોજાયેલી એક પાર્ટીમાં જોવા મળ્યા હતા જેમાં લાઇમલાઈટમાં શહેનાઝ ગિલ રહી હતી..જુઓ કેટલીક તસવીરો…

બોલિવૂડ સ્ટાર અને ભાઈ તરીકે ઓળખાતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માએ ગઈકાલ એટલે કે 3 મેના રોજ ઈદના પર્વ નિમિત્તે એક ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું.આ યોજેલી પાર્ટીમાં અનેક બોલીવુડના સ્ટાર અને સેલિબ્રિટી જોવા મળ્યા હતા, પરંતુ આ પાર્ટીમાં શહનાઝ ગિલ તથા સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા અને વાયરલ થયેલા આ વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે એ બન્ને વચ્ચે બહુ ખાસ બોન્ડિગ જોવા મળ્યું હતું..

શહનાઝ આ ઇદ પાર્ટીમાં બ્લેક ડ્રેસના ડ્રેસિંગમાં ખૂબ જ Beautiful લાગી રહી હતી હતો. આ ઉપરાંત શહનાઝે ઘણીવાર સલમાનને ગળે લગાવ્યો અને કિસ પણ કરી હતી.આ વાયરલ થયેલા વિડીયોમાં શહેનાઝ જ્યારે ગાડી તરફ જતી જોવા મળે છે ત્યારે સલમાન કહે છે “જા પંજાબની કેટરીના”.ત્યારે આ સાંભળીને શહનાઝે સલમાનનો હાથ ખેંચ્યો અને બોલી કે “તું મને મૂકીને આવ”,ત્યારપછી શહનાઝ મીડિયા અને ફોટોગ્રાફરને કહીંને બોલે છે કે “તમને ખબર છે કે સલમાન સર મને ગાડી સુધી મૂકવા આવવાના છે!”ત્યારે શહનાઝને સલમાન કહે છે કે “તું ખોટી કારમાં બેસી ગઈ છો”ત્યારે શહનાઝ “આ મારી કાર છે” એમ કહીને કારમાં બેસે છે અને સલમાનના ગાલને સ્પર્શ કરી તેને બાય કહેતી જોવા મળે છે .

શહનાઝ ગિલ ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’થી બોલિવૂડ એન્ટ્રી કરશે,અને તેમાં તે સલમાન સાથે જોવા મળશે જોકે એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મમાં શહનાઝ અને આયુષ શર્માની જોડી સાથે જોવા મળશે.અમુક રિપોર્ટ અનુસાર સલમાન ખાને આ ફિલ્મ માટે શહનાઝ ગિલનો સંપર્ક કર્યો હતો,તેણે ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે,કેમ કે આ પહેલા બિગ બોસમાં શહનાઝને ઘણો સપોર્ટ મળ્યો હતો આથી આ અંગે તેણી તેને ના ન પાડી શકે અને સલમાનને પણ શહનાઝની આ સરળ સાદગી ઘણી જ પસંદ આવી છે અને આ ફિલ્મ માટે એમણે શહનાઝ ગિલને પોતાની રીતે ગમે તેટલી ફી લેવાનું કહ્યું છે જોકે આ અંગે શહનાઝ ગિલે ફી નક્કી ન કરી હોવાની જાણ થઇ છે ઉપરાંત આ ફિલ્મ અંગે પણ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *