વિશ્વનો સૌથી અમીર વ્યક્તિ ની કંપનીમાં કામ કરે છે આ અમદાવાદી યુવક! એલોન મસ્કે પણ યુવકને…..
મિત્રો જેમ તમે જાણોજ છો કે જીવનમાં કડી મહેનત અને અને કંઈક નવું કરવા માટે વ્યક્તિ જે સંઘર્ષ કરતો હોઈ છે તેમાં તેને એક ને એક દિવસ જરૂર સફળતા મળતીજ હોઈ છે. હાલ એક તેવાજ યુવાન ની સફળતા વિશે જણાવીશું જે આજે Elon Muskના હાથ નીચે કામ કરે છે આ અમદાવાદી યુવક, 2017માં Teslaમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાયો આજે મુખ્ય ટીમનો ભાગ છે. જે ગુજરાત માટે ખુબજ ગર્વની બાબત છે. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.
વાત કરીએ તો ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અને ટેસ્લા ખાતેની તેમની ઓટોપાઈલટ ઓર્ગેનાઈઝેશનની ટીમે USAમાં યોજાયેલી કંપનીની AI ડેની ઈવેન્ટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્ફ-ડ્રાઈવિંગ પ્રોગ્રેસ અંગે વાત કરી ત્યારે અમદવાદના પરીલ જૈન ની હાજરી વિશેષ બની ગઈ. આ કાર્યક્રમમાં અમદાવાદનો 29 વર્ષીય પરીલ પણ સ્ટેજ પર હાજર હતો. પરીલની હાજરી તેની કોલેજ અને આખા અમદાવાદને ગૌરવ અપાવી રહી હતી. પરીલ જૈન 2017માં ટેસ્લા સાથે જોડાયો હતો. ઈલોન મસ્કની પેશનેટ યંગ એન્જિનિયર્સની ટીમમાં ઓટો-પાઈલટ કાર્સના પ્રોજેક્ટ પર કામ કરી રહેલા લીડર પૈકીનો એક છે.
આગળ તમને જણાવીએ તો સ્થાનિક અખબાર અમદાવાદ મિરર સાથે વાત કરતાં પરીલ જૈને કહ્યું, “ઓટોનોમસ રેસિંગ માટે ઓપન-સોર્સ કમ્યુનિટી ડેવલપ કરવાના પ્રોજેક્ટ પર હું ગ્રેજ્યુએશન કરતો હતો ત્યારે કામ કરી રહ્યો હતો. એ પ્રોજેક્ટના કારણે જ ટેસ્લાના રિક્રૂટરે લિન્ક્ડઈન થકી મારો સંપર્ક કર્યો હતો. મને ટેસ્લામાં 2017માં જોબ મળી હતી.” વધુમાં જણાવ્યું કે નિરમા યુનિવર્સિટી ખાતેના દિવસો યાદ કરતાં પરીલે આગળ કહ્યું, “હું સ્કૂલમાં હતો ત્યારથી જ મને કમ્પ્યૂટર સોફ્ટવેરમાં રસ હતો. નિરમામાં એડમિશન લીધા પછી મારો રસ અને તેમાં આગળ વધવાની તક વધુ મજબૂત થઈ હતી. હું ત્યાં રોબોકોન ટીમનો ભાગ હતો અને બાદમાં ટીમ લીડર પણ બન્યો હતો. અહીં અમને રોબોટિક્સમાં વિવિધ પ્રયોગો કરવાની અને તેની વ્યવહારિકતા શીખવાની તક મળી હતી.”
આમ આ સાથે ટેસ્લામાં પરીલ સીધો જ CEO ઈલોન મસ્કના હાથ નીચે કામ કરે છે. તેનું કહેવું છે કે, ઈલોન મસ્ક પેશનેટ લીડર છે. તેણે કહ્યું, “ઈલોન મસ્ક પ્રોજેક્ટમાં ખૂબ રસ લે છે જેથી તેઓ સુનિશ્ચિત કરે છે કે ટીમની દરેક વ્યક્તિ વ્યવહારિક બને અને ખોટી દિશામાં ભટકે નહીં.” ઊભરતા એન્જિનિયરોને શું સલાહ આપવા માગશો તેમ પૂછવામાં આવતાં પરીલે કહ્યું કે, લોકપયોગી થાય અને લોકોના જીવનમાં કંઈક સુધાર લાવી શકે તેવા પ્રોજેક્ટ પર કામ કરવું જરૂરી છે. આમ વાત કરીએ તો તેમના અભ્યાસ ની તો નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કરનારા પરીલે ધોરણ 11 અને 12નો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલમાંથી પૂરો કર્યો છે. જ્યારે ધોરણ 10 સુધી એજી હાઈસ્કૂલમાં ભણ્યો હતો. 2014માં નિરમા યુનિવર્સિટીમાંથી EC એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી તેણે યુએસએની યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.
ઓટોપાઈલટ કારના ક્ષેત્રે કંપનીની પ્રગતિ અને દુનિયાભરમાંથી શ્રેષ્ઠ AI અને રોબોટિક્સ એન્જિનિયરોની ભરતી કરવાના પ્રયાસ અંગે ઈલોન મસ્કની ટીમના સભ્ય તરીકે પરીલે પ્રેઝન્ટેશન આપ્યું હતું. પરીલના પિતા પ્રોફેસર એન.કે. જૈન તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સમાંથી નિવૃત્ત થયા છે. દીકરાની સિદ્ધિ વિશે વાત કરતાં પ્રોફેસર જૈને કહ્યું, “પરીલ જૂનિયર પોઝિશન પર ટેસ્લામાં જોડાયો હતો. તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે શરૂઆત કરી હતી અને ટૂંક સમયમાં જ ઈલોન મસ્ક સાથે રહીને કામ કરતી મહત્વની એન્જિનિયરિંગ લીડરશીપ ટીમનો ભાગ બની ગયો. મને ગર્વ છે કે, તે વિશ્વની શ્રેષ્ઠ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ સિસ્ટમ બનાવવા પર કામ કરી રહ્યો છે.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.