આ બાળકી ઢોકળા ને કહે છે ઢોલકા!વિડીયો જોઈ તમે હાસ્ય નહીં રોકી શકો…

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત નાના બાળકોના ક્યૂટ અને મજેદાર વિડિઓ જોઈ તમે પણ તેમના ફેન બની જતા હોવ છો હાલ એક તેવોજ ક્યૂટ નાની બાળકી નો વિડિઓ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો વિડિઓમાઁ તમેં જોઈ શકો છો તો એક નાની બાળકી તેના સ્કેટબોર્ડ વડે ઘર ના હોલમાઁ રમી રહી છે એટલામાજ તેના પિતા વિડિઓ બનાવતા બનાવતા તેને પૂછે છે કે ‘હેઝુ તું જ્યારે સ્કૂલ જા છો તો ત્યાં તને જમવામાઁ શું આપે છે એટલામાં આ ક્યૂટ નાની બાળકી બોલી કે ‘ ઢોલકા અને ચૌટની’ જે સાંભળી તેના પિતા ખુબજ હસવા લાગ્યા અને એને સમજાવ્યું કે ઢોલકા નઈ ઢોકળા આવે અને ચૌટની નઈ ચટણી આવે.

આ ઉપરાંત વિડિઓમાઁ આગળ હેઝુ એવુ બોલે છે કે “મને ચૌટની નો ભાવે ઢોલકા ભાવે” એ વાત સાંભળી ફરીથી તેના પિતા તેને સમજાવે છે કે ઢોલકા નઈ તારી જેવા ઢોકળા આવે આને એ કહીને હસવા લાગે છે આ વિડિઓ ને અત્યાર સુધી 10 લાખથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે અને 70 હજાર થી પણ વધારે લોકોએ આ ક્યૂટ અને મજેદાર વિડિઓને ખુબજ પસંદ કર્યો છે. વાત કરીએ તો આ વિડિઓ @hezalnuts દ્વારા publish કરવામાં આવ્યો છે.

એટલુંજ નહિ હજી આગળ તો જુવો શું જોવા મળે છે. વિડિઓમાઁ આગળ બીજા દિવસ નો વિડિઓ પ્લે થાય છે જેમાં હેઝુ ને તેના પિતા ફરીથી કહે છે કે ઢોકળા અને ચટણી એમ તો પણ હેઝુ તેની બોલી ને અડી ખમ રહી ને ફરીથી બોલે છે કે ઢોલકા તે પેજી તેના પિતા તેને એક એક શબ્દ કહીને બોલાવડાવે છે કે “ઢો..ક…ળા” આમ તેની સાથે હેક્સુ પણ બોલે છે જે “ઢો..ક…ળા” આમ પછી તેના પિતા એક સાથે બોલે છે કે “ઢોકળા” પણ હેઝુ તો હેઝુ છે તે ફરી બોલી ઉઠે છે કે “ઢોલકા” જે સાંભળી તેના પિતા ખુબજ હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Hezu (@hezalnuts)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.