ભીખ માંગતી આ મહિલાએ ભગવાન પ્રત્યે એવી શ્રદ્ધા બતાવી કે જાણી ચોકી જશો ! આટલા લાખ જગન્નાથ મંદિરમાં ચડાવો કરી…
મિત્રો આજની આ દુનિયામાં ઘણા એવા લોકો હોઈ છે જે ખુબજ પૈસાદાર હોવાની સાથે દાનવીર પણ હોઈ છે તેઓ લાખો રૂપિયાનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને કરી દેતા હોઈ છે. તેમજ ઘણી વખત નિસહાય અને ગરીબ લોકોને જમવાનો ખોરાક વગેરે આપતા હોઈ છે. તો વાળી શું તમને ખબર છે હાલ એક્ખુબ્જ ચોક્વાનારો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ભીખ માંગતી એક મહિલાએ મંદિરમાં લાખોનું દાન કરી માનવતા મહેકાવી છે. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આ અજીબો ગરીબ કિસ્સો ઓડિશા માંથી સામે આવી રહ્યો છે જ્યાં એક ભીખ માંગી પોતાનું ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલાએ એવુ કર્યું કે હાલ તેની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. આમ જો તમને આ કિસ્સો જણાવીએ તો એક 60 વર્ષની વૃદ્ધ મહિલાએ ભીખ માગી જીવનભર પૈસા ભેગા કર્યાં હતા અને હવે એક લાખ રૂપિયા તેણે જગન્નાથ મંદિરને દાનમાં આપી દીધા છે. 60 વર્ષની તૂલા બેહરાએ આ અંગે કહ્યું કે તે પોતાનું જીવન જગન્નાથ સમક્ષ સમર્પિત કરી દીધુ છે, માટે આ પૈસા દાન કરી દીધા છે. મંદીર વહીવટીતંત્રએ આ દાન લેવાનો ઈન્કાર કર્યો હતો, તેમ છતા મહિલા માની નહીં. અને ૧ લાખનું દાન કર્યું.
આમ આ મહિલાનું કહેવું છે કે તે પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહી છે. આ સંજોગોમાં આ પૈસાનું હું શું કરું, માટે જ આ પૈસા મેં દાનમાં આપી દીધા છે. તેમજ આ સાથે વધુમાં જણાવ્યું કે તેને આ પૈસાની કોઈ પણ જરૂર નથી. આમ જ્યારે બેહરા નામની આ મહિલાએ તેનો પતિ ગુમાવ્યો તે પછી તેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે નાના મોટા કામ કરીને પૈસા કમાવવા પડતા હતા.
જોકે ઉમર વધવાની સાથે સ્વાસ્થ્ય પર પણ અસર થવા લાગી અને છેવટે ભીખ માગીને જીવન જીવવા મજબૂર થવું પડ્યું.આમ જે બાદ ભીખ માગ્યા બાદ જે પણ થોડા પૈસાની બચત કરતી હતી, તે પોસ્ટ ઓફિસ અકાઉન્ટમાં જમા કરતી હતી. પોસ્ટ ઓફિસે તેને જાણ કરી હતી કે તેની રકમ રૂપિયા એક લાખને પાર થઈ ગઈ છે. ત્યારબાદ તેણે પોતાના પૈસા મંદિરને દાન કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ