પીએમ મોદીની સભામાં બનેત આ મોટી દુર્ઘટના, પણ ખતરો ટળ્યો! સાજીશ કે પછી… સ્ક્રુ કાઢતો દેખાયો યુવક

જેમ તમે જાણોજ છો કે હાલ હવે ચૂંટણીઓ આવવાની તૈયારી થઈ રહી છે. તેમજ હવે દેશના વડાપ્રધાન તેમજ અન્ય નેતાઓ જગ્યા જગ્યા એ ભાષણ અને રેલીઓ કાઢવા લાગ્યા છે. આમ તેવાંમાં હાલ તમે જાણોજ છો મોરબી દુર્ઘટના થી ગુજરાત નહિ બલકે સમગ્ર દેશ હચમચી ગયો છે જેમાં 141 કરતા પણ વધારે લોકોનું મૃત્યુ થયું હતું. તેવામા પીએમ મોદીની સભામાં મોટો અકસ્માત સર્જાતા માંડ માંડ બચ્યો, સભામાં સ્ક્રૂ- બોલ્ટ નીકાળતો નજરે ચળ્યો એક યુવક. આવો તમને વિગતે જણાવીએ.

હાલ આ વીડિયો જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. પીએમ મોદીની થરાદમાં યોજાયેલી સભામાંએ એક યુવક સ્ક્રૂ- બોલ્ટ ચોરી કરતો નજરે ચઢ્યો હતો. થરાદમાં યોજાયેલ પીએમ મોદીની સભામાં આવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પીએમની સભામાં હજારોની ભીડને જોતા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી અને દરેક જગ્યાએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા.

આમ જો કે પ્રશાસનના કેમેરાની નજર આ યુવક પર ગઈ નહિ. પરંતુ ત્યાં હાજર કોઈએ આ યુવકની હરકતનો વીડિયો કેદ કરી લીધો અને પછી આ વીડિયો વાયરલ થઇ ગયો. પીએમ મોદીની સભા માટે જે મંડપ બંધાયેલો હતો તે નાના નાના સ્ક્રૂ- બોલ્ટના કારણે ટકેલો હોય છે, ત્યારે આ યુવક તે નીકાળતો નજરે પડ્યો હતો. ત્યારે એક ભૂલના કારણે અનેક નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકતો હતો.

બનાસકાંઠાના થરાદમાં પીએમની સભામાં આવેલ આ યુવક પ્રધાનમંત્રીના ભાષણ વખતે મંડપની એંગલનો સ્ક્રૂ- બોલ્ટ કાઢી રહ્યો હતો. તેમજ ત્યારે યુવક પર કોઇની નજર પડી અને તેણે આ યુવકની હરકતને કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે, યુવકના આ કૃત્યને કારણે મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત અને હજારોની ભીડ વચ્ચે આ રેલિંગ પડી ગઈ હોત તો નાસભાગ પણ મચી ગઇ હોત. જો કે, સારુ છે કે આવી કોઇ ઘટના બની ન હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *