દેશી અંદાજમાં થયું લેફટીનેન્ટ દીકરીનું સ્વાગત, પરિવાર અને સમાજનું માથું ઉચ્ચું કર્યું આ બહાદુર દીકરીએ ! તેમજ પરિવારના કુલ…

તમે જાણોજ છો કે સફળતા મેળવવા માટે આપણે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ આજના સમયમાં છોકરાઓ નહિ બલકે હવે સમાજની દીકરીઓ પણ કોઈ પણ ફિલ્ડમાં પાછી પડતી નથી. આજે દેશની ઘણી છોકરીઓ તેનો સમાજ, પરિવાર અને દેશનું નામ રોશન કરતી જોવા મળે છે. આમ દરેક ક્ષેત્ર માં દેશની છોકરીનું એક સારું યોગદાન છે. ત્યારે હાલ એક દીકરીએ પણ તેના પિતા અને પરિવારનું માથું ગર્વથી ઉચ્ચું કર્યું છે. આવો તમને તેના વિષે રૂબરૂ કરાવ્યે.

આ છોકરીનું નામ પ્યારી ચૌધરી છે જેની ભારતીય સેનામાં લેફટીનેન્ટનના પદ ઉપર પસંદગી થઇ છે. અને તે હાલમાં પોતાની ટ્રેનીંગ પૂરી કરી તેના વતન બાડમેર પાછી આવી છે જયારે તે તેના ગામમાં પહોચે છે ત્યારે ગામના લોકો તેનો દેશી અંદાજમાં સ્વાગત કરે છે અને તે જોઈ પ્યારી ખુબજ ખુશ થઇ જાય છે. તેમજ તેમનું પરિવાર પણ ખુબજ ખુશ જોવા મળી રહ્યું છે. ગામના લોકો તેનું સ્વાગત મારવાડી ગીત ગાઈ ને કર્યું હતું.

તેમજ પ્યારી ચૌધરી જણાવે છે કે ‘આજે જે અંદાજ માં તેના ગામની અંદર તેનું સ્વાગત થયું. તે આ પળો ને ક્યારેય નહિ ભૂલી શકે. મારો અભ્યાસ સેનાની સ્કુલોમાં થયો. પિતા અને પરિવારના લોકો સેનામાં હતા એટલે મારે પણ ઈચ્છા હતી કે હું પણ સેનામાં ભરતી થાવ, અને આજે મેં આ સપનું પૂર્ણ કર્યું.’ તેમજ જો તેના પરિવાર ની વાત કરીએ તો તેના પરિવારમાં કુલ ૩૬ સદસ્યો ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે.

આમ મીડિયા સાથે વાતચીત માં પ્યારી ચૌધરીએ જણાવ્યું કે ‘સામાન્ય રીતે અમારે ત્યાં દીકરીઓ ને નાની ઉમર માજ લગ્ન જીવનમાં બાંધી દેતા હોઈ છે. જેના કારણે ઘણી દીકરીઓ હોઈ છે જેના સપના અધૂરા રહી જાય છે. હું તે માતા-પિતાને કહેવા માંગું છુ કે દીકરીઓને તેમના સપના પુરા કરવા દેવા જોઈએ. દીકરીઓ પણ દીકરાથી કમ નથી. અને કદાચ આજ કારણે મેં મારા પરિવારનું નામ રોશન કર્યું છે. અને હવે મારું સપનું છે કે હું સિવિલ સર્વિસની પરિક્ષામાં સફળતા મેળવું.’ આમ પ્યારીના પિતા કસ્તુરા રામ સેનામાં સુબેદાર છે. અને હવે તેમની દીકરી સેનામાં લેફટીનેન્ટ બની ગઈ છે. દીકરીની પસંદગી થવા ઉપર તેના પિતા પણ ખુબજ ખુશ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *