રાજકોટના આ ભાઈ પોતાની કોઠાસુઝથી જણાવે છે કે ખેતરમાં કઈ જગ્યાએ પાણી નીકળશે ! માત્ર એક શ્રીફળ અને પાટિયાથી…જાણો

મિત્રો તમે બધા જાણોજ છો કે ખેતી કરવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડતી હોઈ છે જેમ કે ટ્રેક્ટર, ઓજારો, કીટ નાશક દવા, બી, વગેરેમાં જોઈએ તો જે સૌથી મહત્વની અને જરૂરી છે તે પાણી કારણ કે પાકને યોગ્ય પાણીના સિંચાય વગર યોગ્ય રીતે ઉગાડી શકાતો નથી અને અમુક પાક તો એવા હોઈ છે જેને પાણીની ખુબજ જરૂરિયાત જોવા મળતી હોઈ છે. જોકે આજના સમયની વાત કરવામાં આવે તો ચારેય બાજુ બિલ્ડીંગો અને મકાનોનું ખુબજ બાંધકામ જોવા મળી રહ્યું છે તેવામાં પાણીની પણ મોટા પ્રમાણમાં અછત જોવા મળી રહી છે.

જોકે હવે પાણીની જરૂરિયાત માટે લોકો પોતાના ખેતરમાંજ બોર બનવતા હોઈ છે. જ્યારે આજે અમે એક એવા વ્યક્તિ વિષે તમને જણાવીશ જેટલી પણ જગ્યાએ બોર કરવામાં માટેની જગ્યા બતાવી છે.ત્યારે પુષ્કણ પ્રમાણમાં પાણી થયુંજ છે. વાત કરવામાં આવે તો આજે શહેર હોઈ કે પછી ગામડું દરેક જગ્યાએ બોર બનાવવામાં આવી રહ્યા છે. તેમજ જો જણાવીએ તો ખેડૂતોને પોતાના પાકની પુરતી ઉપજ મેળવવા માટે પાણીની ખાસ જરૂર હોય છે.એટલે જો તેના ખેતરમાં કુવો ન હોય અને માત્ર વરસાદી પાણી પરનિર્ભર રહેવાનું હોય તો ખેડૂતોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તેવામાં મનુસખભાઈ નામના વ્યક્તિ પોતાની કોઠાસુઝથી જણાવે છે કે ખેતરમાં કઈ જગ્યા પાણી થશે અને કેટલુ પાણી થશે. કારણકે જો આપણે બોર કરાવીએ અને પાણી ન થાય તો પણ મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે આ મનુસખભાઈ જણાવે છે કે ક્યાં કેટલુ પાણી થશે. આમ આ સાથે જણાવીએ તો મનુસખભાઈ માત્ર એક નારિયેળ અને લાકડાના પાટીયાની મદદથી જણાવે છે કે ખેતરના ક્યાં ભાગમાં જો બોર કરવામાં આવે તો પાણી થશે.

આમ તેઓ એક શ્રીફળને જમીન પર રાખે છે અને તેના પર પાટીયું રાખે છે. આ પાટીયા પર પોતે બેસીને ફરે છે અને તેનાપરથી અનુમાન લગાવે છે. મનસુખભાઈએ અત્યાર સુધીમાં જેટલી પણ જગ્યાએ બોર કરવામાં માટેની જગ્યા બતાવી છે.ત્યારે પુષ્કણ પ્રમાણમાં પાણી થયુંજ છે. આમ હવે ખેડૂતો બોર કરતા પહેલા મનસુખભાઈનું માર્ગદર્શન ચોક્કસથી લે છે અને તેના જણાવ્યા મુજબ જ બોર કરાવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *