બનાસકાંઠા ના આ ભાઈએ નાળિયેર માથી એવા અનોખા શો પિસ બનાવ્યા કે જોઈ ને તમે પણ કહેશો વાહ…

ભારતમાં અનેક લોકો પોતાની કલા વાપરી અવનવી શોધ કરતા જોવા મલે છે જેમાં લોકો પોતાની આવડત અને તરકીબો ના આધારે નવી નવી દિશામાં પગલાં લેતા હોય છે જેની આપને કલ્પના પણ કરી શકીએ નહિ. આજે આપણે એક એવા વ્યક્તિ ની વાત કરવા જઈ રહ્યા છીએ જે પોતાની આવડત ન કારણે શ્રીફળ માંથી એક વિવિદ્ય વસ્તુઓ બનાવતા જોવા મળ્યા છે જેને પહેલી નજરે જોતા એમ જ થાય કે આ કોઈ લાકડામાંથી બનાવ્યું હસે. પણ સાચું તો એ છે કે તે શ્રીફળ ને ઘસી ને તેને પોલીસ આપી તેને કલર કરી નવો જ આકાર આપવામાં આવ્યો છે. વડગામના જલોત્રા ગામે એક વ્યક્તિએ શ્રીફળ માંથી અલગ અલગ વસ્તુઓ બનાવી છે જે લગભગ ૨૫૦ જેટલી વસ્તુઓ હસે.

જાલોત્રા ગામના શંકરભાઈ ૭ વર્ષ પહેલાં કલરકામ કરતા અને તેમનું જીવન જીવતા હતા.તે સમયે અચાનક તેમના હાથમાં એક શ્રીફળ આવ્યું.ત્યારે શ્રીફળ ને ઘડી ને તેને આકાર આપી કલર કરી ને ટી કપ બનાવ્યા હતા. ત્યાર પછી શંકરભાઈ શ્રીફળ માંથી અલગ અલગ અનેક વસ્તુઓ બનાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના જલોત્રા માં રહેતા શંકરભાઈ એ શ્રીફળ માંથી અલગ અલગ પ્રકારની ૨૫૦ થી વધુ ચીજવસ્તુઓ બનાવી છે. અને પોતાનામાં રહેલી એક અદ્ભુત કલા દેખાડી રહ્યા છે.આ ચીજવસ્તુ બનાવા કોઈ ટેકનોલજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી .આ વસ્તુઓ તેમને પોતાના સૂજબુજ અને મગજ નો ઉપયોગ કરી તૈયાર કરી છે. તેમના હાથથી બનાવેલી આ વસ્તુઓ જોઈ તમે પણ ચોંકી જશો કે આવી સરસ વસ્તુ માત્ર એક હાથમાં ઉપયોગ થી આવી અદ્ભુત વસ્તુ નું સર્જન પણ થઈ સકે.

શંકરભાઈ દ્વારા બનાવેલી આ દરેક વસ્તુઓ અદ્ભુત અને મનમોહક છે જે જોઈ ને કોઈ પણ તે ખરીદવા તૈયાર થઈ જ જાય એવી રીતે તેઓ આ વસ્તુ ને આકર્ષક રૂપ આપી રહ્યા છે. શંકરભાઈ દ્વારા બનાવેલી આ મનમોહક વસ્તુઓ ખરીદવા લોકો દૂર દૂર થી તેમના સ્ટોલ પર આવે છે. એક વેરાયટી બનાવતા શંકરભાઈ ને ૧ દિવસ થાય છે. જેમાં ઘણી એવી પણ વેરાયટી હોય છે જેને બનાવતા ૨-૩ દિવસ પણ થઈ જતાં હોય છે. શંકરભાઈ પોતાના સ્ટોલ ઉપરાંત આજુ બાજુમાં લાગતા મેળાઓ અને પ્રદશોનામાં પણ પોતાની વેરાયટી ઓ વેચતા હોય છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શંકરભાઈ એ જણાવ્યું કે હું લગભગ સાતેક વર્ષ થી શ્રીફળ માંથી અલગ અલગ વિવિધ વસ્તુઓ બનાવાનું કામ કરું છું. અત્યાસુધી ૨૫૦ જાતની અલગ અલગ ડિઝાઇન ની વાનગીઓ બનાવી ચૂક્યા છે. જેમાં ફૂલદાની, ફૂલ, નાળિયેરી, અલગ અલગ જાતના બાઉલ, કપ, જગ, કીટલી, કાચબાઓ, પેનબોક્સ, અનેક જાતના ચકલીઓના માળા આવી અનેકો આઇટમો બનાવી છે. હું કોઈ પણ ટેકનોલોજી ના ઉપયોગ વગર આ વસ્તુઓ બનાવું છું. જેમાં અમુક વસ્તુ બનાવતા ૨-૩ દિવસ પણ થાય છે. અમુક બનાવટ રૂપિયા ૪૦૦-૫૦૦ માં સેલ થઈ જાય છે. જ્યારે કપ જેવી વસ્તુ ૧૦૦ રૂપિયામાં આપતો હોવ છું.

તેમણે વધુમાં જણાવ્યું કે,હું પેલા કલરકામ કરતો હતો.એક દિવસ એક શ્રીફળ મારા હાથમાં આવ્યું તો મે એને ઘસતા તે ચમકવા લાગ્યું.એટલે મેં વચ્ચેથી કાપી બાઉલ બનાવ્યું અને ત્યાર પછી કપ બનાવ્યો. કપ બનાવ્યા પછી મને થયું કે જો અલગ અલગ વસ્તુ બનાવું તો વધારે સારું લાગશે. આમ નવા નવા વિચારો આવતા ગયા અને હું નવી નવી તરકીબો અજમાવતા નવી ડિઝાઇન ની વસ્તુઓ તૈયાર કરતો ગયો.આમ તો મોટા ભાગે આ વસ્તુઓનું વેચાણ મેળામાં જ થાય છે.અમુક લોકો સુરત થી પણ લેવા આવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.