ગીર સોમનાથની આ ભેંસનું દૂધ એટલું મોંઘુદાટ કે તમે પણ માથું પકડી લેશો ! કારણ ફક્ત એટલું કે, આ દૂધમાં…
મિત્રો આજના સમયમાં ઘણા લોકો પણ ઘણા લોકો એવા હોઈ છે. જે ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરતા જોવા મળતા હોઈ છે. તેમજ વાત કરવામાં આવે તો આ પશુપાલનના વ્યવસાયમાં ગાય ભેંસ જેવા પશુઓ દ્વારા ખુબજ વ્યવસાય કરતા જોવા માલ્ટા હોઈ છે. તો વળી હાલ તેવીજ રીતે આજે તમને એક વ્યક્તિ વિષે જણાવીશું કે જે ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહયા છે. આવો તમને વિગતે જણાવીએ પુરી વાત.
તમને જણાવીએ હાલ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામના ખેડૂત હિતેષભાઇ બાકુ ખેતી સાથે પશુપાલન પણ કરી રહયા છે. તેમજ તેમની પાસે એક ભેંસ પણ છે જે ચાર લીટર જેટલું દૂધ આપે છે જોકે તેની પાછળ ભેંસની તયોગ્ય કાળજી અને સાચવણી પણ છે જેના કારણે સારા ફેટ મળી રહ્યા છે. હિતેશભાઈ બાકુની ભેંસના દૂધના 17.5 ફેટ આવ્યા હતા. તેમને એક લીટર દૂધનો 131 રૂપિયા ભાવ મળ્યો હતો.
આમ આ સાથે હિતેશભાઈ બાકુએ જણાવ્યું હતું કે, ભેંસ ચાર લીટર દૂધ આપે છે, જેમાંથી બે લીટર દૂધ ડેરીમાં જમા કરાવે છે. તેમને ભેંસના દૂધના ફેટ સરેરાશ 14 થી 15 રહે છે, તેમજ તેઓ વધુમાં જણાવે છે કે પરંતુ આજે સૌથી વધુ 17.5 ફેટ આવ્યા છે અને લીટર 131 રૂપિયા ભાવ મળ્યો છે. તેમને ડેરીમાંથી નિયમિત 200 રૂપિયા મળે છે. તેવો ભેંસને વિટામીન યુક્ત પાવડર આપે છે, સાથે પોષણયુક્ત ખોરાક આપી રહ્યા છે.
આ સાથે ડેરી સંચાલક જશવંતભાઈ પટાટે જણાવ્યું હતું કે, સારી ઓલાદની અને સારો ખોરાક આપવામાં આવે તો ફેટ સારા આવે છે, જોકે દૂધ ઓછું તેમ ફેટ વધુ આવે છે. હિતેશભાઈની ભેંસનું દૂધ ઓછું છે એટલે તેમને ફેટ સારા મળી રહયા છે 17.5 ફેટ સૌથી વધુ ફેટ છે. તેમજ આ ગામમાં કુલ 300 ગાય અને 600 થી વધુ ભેંસ છે. તેમજ આ ગામમાં ડેરીમાં રોજ 44 કેન દૂધ આવે છે અને એક કેનમાં કુલ 40 લીટર દૂધ હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો