આ બીઝનેસમેને કર્મચારીઓ ને દીવાળી બોનસ મા એવી ભેટ આપી કે ચારે કોર વાહ વાહ થઈ ગઈ ! જાણો કોણ છે આ…

હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો તહેવારને લઈને બહુ જ ઉત્સાહમાં જોવા મળતા હોય છે .સાથે જ નોકરિયાત વર્ગને ગિફ્ટ અને બોનસ આપીને માલિકો પ્રસન્ન કરતા જોવા મળે છે.અને આમ માલિકની દરિયાદિલી જોઈ કર્મચારીઓ પણ તેમના આદર સન્માન કરતા હોય છે.હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે અનેક કર્મચારીઓને તેમના માલિકો અલગ અલગ પ્રકાર ની ગિફ્ટ આપતા હોય છે.અને તેમને દિવાળીની શુભકામના પાઠવતા હોય છે. હાલમાં આવી જ એક ગીફ્ટનો અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે કે જેમાં એક માલિકે તેના કર્મચારીઓને નાની એવી ગિફ્ટ કે બોનસ ના બદલે કાર અને બાઇક આપીને દિવાળીની શુભકામના પાઠવી છે.

આ કિસ્સો તમિલનાડુનો છે કે જ્યાં એક જ્વેલરી શોપના માલિકે પોતાના કર્મચારીઓને બાઈક અને કાર આપીને અનોખી ખુશી આપી છે. ચેન્નાઈના રહેવાસી એક વ્યક્તિએ દિવાળી ગિફ્ટ તરીકે બાઈક અને કાર આપીને પોતાના કર્મચારીઓને દિવાળીની શુભકામના પાઠવી.જેના માટે તેઓએ કુલ ૧.૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. દિવાળીના ખાસ તહેવાર પર પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે જયંતીલાલ ચયાંતી કે જેઓ એક ચલાની જ્વેલરીના માલિક છે તેમને પોતાના કર્મચારીઓને કુલ ૮ કાર અને ૧૮ બાઈક આપી છે.આટલું ભારી ભરખમ ગિફ્ટ આપવા માટે જયંતીલાલ એ કુલ ૧.૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.દિવાળી પર આવું જબરદસ્ત ગિફ્ટ મેળવીને ઘણા કર્મચારીઓના હોશ ઊડી ગયા હતા તો ઘણા કર્મચારીઓ ભાવુક બનીને ખુશીના આંસુ છલકી ઉઠ્યા હતા.

જયંતીલાલ એ જણાવ્યું કે તેમનો સ્ટાફ તેમના પરિવારની જેવો જ છે.આ સ્ટાફે તેમના સુખ દુઃખ દરેક વાતમાં સાથ આપ્યો છે અને આ રીતનું ગિફ્ટ સ્ટાફને પ્રોત્સાહિત કરવા માટે અને તેમના જીવનમાં ખુશીઓ લાવવા માટે છે.આ લોકોએ હંમેશા મારા કારોબારમાં સાથ આપ્યો છે અને નફો મેળવવામાં મદદરૂપ થયા છે.તેઓ આગળ જણાવે છે કે મારો સ્ટાફ મારા માટે એક પરિવાર છે.આથી હું મારા સ્ટાફને પરિવારના લોકોની જેમ સરપ્રાઇઝ આપવા માટે ગિફ્ટ આપવા ઇચ્છતો હતો અને આમ કરીને મને બહુ જ આનંદ થયો છે દરેક માલિકે પોતાના કર્મચારીઓને અને સ્ટાફ ની ઈજ્જત કરવી જોઈએ અને તેઓને આમ ગિફ્ટ આપવા જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *