નવસારીનો આ કિસ્સો તમને પ્રસન્ન કરી દેશે! સાસુએ પોતાની પુત્રવધુંને સગી દીકરી સમજી કરાવ્યા લગ્ન….
મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને આગળ જતા એકના એક જીવન સાથી જરૂર પડતીજ હોઈ છે. તેમજ દીકરીની વાત કરીએ તો તે ઘરની લક્ષ્મી હોઈ છે તે ઘરમાં હોઈ છે ત્યારે ઘરમાં રોશની હોઈ, પરંતુ જયારે જ્યારે પણ દીકરીના કન્યાદાનની વાત આવે ત્યરે પરિવારના દરેક લોકો ખુબજ દુઃખી થઇ ને રડી પડતા હોઈ છે. તમે જાણોજ ચો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે લોકો ખુબજ ધૂમધામની લગ્ન પણ કરી રહ્યા છે. તેવામાં હાલ કન્યાદાનને લઈને ખુબજ ઉત્તમ ઉદાહરણ સામે આવી રહ્યુ છે જેમાં એક સાસુએ કોરોનામાં મૃત્યુ પામેલા પોતાના દીકરાની પત્નીને પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારી કરાવ્યા પુનરલગ્ન.
આ કિસ્સો નવસારી માંથી સામે આવી રહ્યો છે જ્યાં હરીશભાઈ મહેતા અને શીલાબેન મહેતાના પુત્ર સુજલ મહેતા તેમના ધર્મ પત્ની રીમાબેન અને એક આઠ વર્ષની દીકરી હારની સાથે ખુશહાલ જિંદગી જીવી રહ્યા હતા પરંતુ 2021 માં કોરોનાની મહામારીએ પકડેલા જોરના લપેટમાં પરિવારનો દીકરો સુજલનું દુઃખદ અવસાન થઈ ગયું. મહેતા જેને કારણે માતા-પિતા તેમના પુત્રની પત્ની અને બાળકી હારની નોંધારા બન્યા હતા.
વાત કરીએ તો પુત્રવધુને નવું જીવનદાન આપવા સુજલના માતા પિતા હરીશભાઈ અને શીલાબેન પુત્રવધુ રીમાને એક દીકરી તરીકેનો પ્રેમ આપ્યો. આમ પુત્રવધુને નવી જિંદગી આપવા માટે સાસુ સસરાએ પુત્ર વધુ રીમાના પુનલગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું અને અમેરિકા સ્થિત નિમેશ ગાંધી નામના યુવક સાથે દીકરી રિમાના લગ્ન નક્કી થયા. મહેતા પરિવારે પુત્રવધુના લગ્ન કરાવી કન્યાદાન કરી તમામ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉચ્ચ વિચારોને કારણે સાસુ સસરાએ પુત્રવધુને દીકરી તરીકે સ્વીકારી પુનર લગ્ન કરાવ્યા.
નવસારીની ખાતે રીમા અને નિમેશના પુન લગ્ન થયા સાથે સાથે આઠ વર્ષની હારની પણ પિતાની છત્ર છાયા મળી છે. નવસારીમાં સાસુ સસરાએ વિધવા પુત્ર વધુના પુનર લગ્ન કરાવી સમગ્ર સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આમ મહેતા પરિવારે કરેલી પુત્રવધુ ને જીવનદાન આપવાની ઉતમ કામગીરીથી લોકો પણ સીખ મેળવશે તેવું ચોક્કસ કહી શકાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.