હજારો લોકો ને મદદ કરનાર ખજુરભાઈ ને આ બાળકે આપ્યા 10 હજાર રુપીયા અને સાથે એવી વાત જણાવી કે જાણીને ને દીલ ખુશ થય જશે

હાલમાં ખજૂરભાઈ દુબઈના પ્રવાસે છે, ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એકવાર ખજૂરભાઈ સૌ કોઈનું દિલ જીતી લીધું છે , જેનું કારણ છે 7 વર્ષનો એક હેડીકેપ બાળક જે, રાત્રે 12 વાગ્યે આસપાસ ખજૂરભાને મળવા ગયેલ અને તેમને 500 દીનાર આપ્યા છે. હવે સ્વાભાવિક છે કે એક બાળકે ખજૂર ભાઈને 500 રૂપિયા શા માટે આપ્યા હશે?દરેકના મનમાં આ સવાલ જરૂર થાય..ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ.

આપણે જાણીએ છે કે, ખજૂરભાઈ એ લોકસેવાની મિશાલ પ્રગટાવી છે અને હાલમાં જ ગુજરાતમાં 200 લોકોના ઘર બનાવવાની ખુશીમાં તેમની ટીમનાં સભ્યો સાથે દુબઇ ફરવા માટે ગયેલ છે. ત્યારે હાલમાં તેમની ટીમ સાથેના દરેક સભ્યો સાથેની દુબઈની યાદગાર તસ્વીરો શેર કરી છે, ત્યારે હાલમાં ખજૂરભાઈ એ સોશિયલ મીડિયામાં એક નાના બાળકનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખૂબ જ હદયસ્પર્શી અને સૌ કોઇ માટે પ્રેરણાદાયક છે.

ખજૂરભાઈ એ આ વીડિયો પોસ્ટ કરતાની સાથે કેપશનમાં લખ્યું છે કે, દુબઈ મા રહેતો ૭ વર્ષ નો રીતીક વાયા, અમારો નાનો ચાહક જે રાત્રે ૧૨ વાગ્યે અમને મળવા આવ્યો અને ૫૦૦ દીરહામ (૧૦,૦૦૦ Rs) આપ્યા. સવાલ ૫૦૦ દીરહામ નો નથી પણ સવાલ એ છે કે આપણો ગુજરાતી દુબઈ મા રહી ને ગુજરાત નુ કેટલુ વિચારે છે. જય જય ગરવી ગુજરાત. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, ખજૂરભાઈ બાળકને જોતા જ તેમને વ્હાલ કરવાનું શરૂ કરે છે અને તેમની સાથે વાતચીત કરે છે.

જ્યારે ખજૂરભાઈ તેને પૂછ્યું કે તું મને જ મળવા આવ્યો છે, ત્યારે બાળક કહે છે કે હું બે ત્રણ દિવસ થી આવતો હતો પણ બિલ્ડીંગ નંબર યાદ ન હતા. તમને જણાવી દઇએ કે આ બાળક ગુજરાતી છે જે શારિરીક રીતે વિકલાંગ છે પરંતુ ખરેખર આ બાળક જે વાત કરી એ સાબીત કરી બતાવે વ્યક્તિ આજના સમયમાં મનથી વિકલાંગ બની જતા હોય છે. આ બાળક ખજૂરભાઈ ને એક કવર આપે છે જેમાં 500 દીનાર એટલે કે દસ હજાર રૂપિયા નીકળે છે અને એક લેટર નીકળે છે જેમાં બાળક પોતાના વિશે લખ્યું છે. જ્યારે ખજુરભાઈ પૂછ્યું કે આ 500 દીનાર શા માટે ત્યારે તેમના પિતા કહે વ્હે કે, તમેં જે લોકસેવાનું કામ કરો છો તેના માટે તેને આપ્યા છે. ખરેખર આ નાના બાળકની વાતો સૌ કોઇ માટે પ્રેરણાદાયી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *