આ બાળક ચકડોળમાં તો ઉત્સાહ થી બેસી ગયો પરંતુ ચકડોળ ફરતા તે બાળકના જે કઈ હાલ થાય તે જોઈ …

સોશિયલ મીડિયા પર આપણે અનેક વિડીયો જોવા મળતા હોય છે જે આપણને એન્ટરટેનમેંન્ત આપતા હોય છે. ત્યારે એમાં ઘણા વિડીયો એવા પણ જોવા મળતા હોય છે જેમાં લોકો હોશિયારી કરતા ને પછી અફસોસ કરતા પણ હોઈએ છીએ. પેરસીલીંગ માં કેટલાક લોકો હવામાં જઈને કેવા ફસાઈ જાય છે તે પણ આપણે ઘણા વિડીયો ની અંદર જોતા જ હોઈએ છીએ, ત્યારે હાલમાં આવો જ એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઇને તમે પણ પેટ પકડી ને હસવા લાગ્સો.

વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક ચકડોળ માં બેસવા માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે તે જયારે ચકડોળમાં બેસે છે. આ બાળક તેના ચહેરા પણ એક ખુબ જ સરસ સ્માઈલ કરતો જોવા મળે છે. બાળક આ ચકડોળમાં બેઠવા ખુબ જ ઉત્સાહિત હોય છે જે તે આજ કરી બતાવે છે જયારે ધીમે ધીમે ચકડોળ ચાલવા માંડે છે ત્યારે તેમ તેમ તે બાળકનું હસવું ઓછુ થતું જાય છે અને જયારે ચકડોળ સ્પીડમાં ફરવા  લાગે છે તો તે બાળક નું હસ્વાનું રડવું થઇ જાય છે ને તે બાળક ની હાલત જોવા જેવી થઇ જાય છે જે બાળક ચકડોળ ફરતા પહેલા જે મોટા મોટા ફાકા મારતો હતો તે હવે ચકડોળ શરુ થતા જ હાલત બગડી જાય છે.

વિડીયોમાં આગળ  જોઈ સકાય છે કે જેમ જેમ ચકડોળ આગળ ફરે છે તેમ તેમ બાળક ના પેટમાં જાણે ગલગલીયા થતા હોય તેવું લાગી રહ્યું છે અને તેને ગભરાટ થવા લાગે છે. જયારે ચકડોળ ફૂલ સ્પીડમાં આવી જાય છે ત્યારે તો બાળક ભગવાનને પ્રાથના કરવાનું શરુ કરી દે છે અને ભગવાનના નામનો જાપ કરી પોતાની બીક સંતાડવા પ્રયત્ન કરવા લાગે છે. ચકડોળમાં ઝૂલતી વખતે તે જય મહારાષ્ટ્ર, હર હર મહાદેવ, જય બજરંગબલી ના જાપ કરવા લાગે છે.

અને આટલા માં પૂરું ના થતા તે બાળક ના પરિવારના સભ્યોના  નામ પણ જોર જોર થી બોલવા લાગે છે બાળકની સાથે આવેલા કોઈ વ્યક્તિ એ બાળકના ચકડોળમાં બેસવાના ઉત્સાહ ને યાદી બનાવવા માટે તેનો આ વિડીયો બનાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે અને પછી તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે ઘણા લોકો આ વિડીયોને જોઇને પેટ પકડી હસતા જોવા મળ્યા છે તો ઘણા લોકો આ વિડીયો  ને કમેન્ટ કરતા જોવા મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *