“કભી ખુશી કભી ગમ” મા કાજલ ના દીકરા નો રોલ કરનાર આ બાળક આજે થઈ ગયો બોલીવુડ નો સ્ટાર! જુવો ફોટોસ ઓળખી નહી શકો

“કભી ખુશી કભી ગમ “ફિલ્મ એ બોલિવૂડ ની બહુ જ પ્રખ્યાત ફિલ્મ માંની એક ગણવામાં આવે છે જેમાં મોટા મોટા ઘણા અભિનેતા એ પોતાની એક્ટિંગ થી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આ ફિલ્મ બોલિવૂડ ની બહુ જ મોટી અને શાનદાર ફિલ્મ માનવામાં આવે છે. જેને દરેક લોકો પૂરા પરિવારની સાથે બેસી ને જોઈ સકે તેવી ફિલ્મ છે. આ ફિલ્મ ૨૦૦૧ માં રીલિઝ થઇ હતી. જેમાં શાહરુખ ખાન, રીતિક રોશન, કાજોલ, કરીના કપૂર અને જ્યાં બચ્ચન જેવા કલાકારોએ લીડ રોલ કર્યો હતો અને આ ફિલ્મમાં મેઈન રોલ અમિતાભ બચ્ચને ભજવ્યો હતો.

આ ફિલ્મમાં કાજોલ અને શાહરુખ ખાન ને લગ્ન કરેલા જોવા મળે છે. જેમાં તેમનો એક દીકરો પણ જોવા મળ્યો હતો. જેનું નામ જિબ્રાન ખાન હતું. આ ફિલ્મ ને રીલિઝ થયા ૨૧ વર્ષ થઈ ગયાં છે અને આ ૨૧ વર્ષો માં આ ફિલ્મનો કાજોલ અને શાહરૂખ નો દીકરો પણ મોટો અને બહુ જ હેન્ડસમ થઈ ગયો છે. ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ નો રોલ પ્લે કરતા જિબ્રાન ખાન જોવા મળ્યા હતા. આ બાળકની એક્ટિંગ ને લોકો એ બહુ જ વખાણી હતી અને આ નાના બાળકને લોકો નો પ્રેમ પણ બહુ મળ્યો હતો.

પરંતુ હવે સમયની સાથે જિબ્રાન પણ મોટો થઈ ગયો છે અને દેખાવ માં પણ બહુ જ હેન્ડસમ છે. ફિટનેસ દિવાના જિબ્રાન એ પોતાના સિક્સ પેક પણ બનાવી ચૂક્યા છે. Instragram પર જિબ્રાન ખાનની અનેક પોસ્ટ વાયરલ થતી જોવા મળતી હોય છે જેમાં તેના સિકસ પેક પણ જોવા મળે છે. આ સાથે તેનો સ્માર્ટ લુક પણ હંમેશા પ્રશંસા મેળવતો હોય છે. જિબ્રાન ખાન હાલમાં ૨૮ વર્ષ નો થઈ ગયો છે. અને બોલિવુડમાં ટોપ સુઘી પહોંચવા માટે મહેનત અને સંઘર્ષ પણ કરતો જોવા મળી રહ્યો છે. જિબ્રાન ખાન આવનારી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક ૨ ‘માં જોવા મળશે.

આ ફિલ્મ ૨૦૦૩ માં આવેલી સાહિદ કપૂર અને અમૃતા રાવ ની ફિલ્મ ની સિકવન્સ છે. આ ફિલ્મમાં જિબ્રાન ખાન ની સાથે પશ્મિના રોશન, રોહિત શરફ અને નાયલા ગ્રેવાલ જોવા મળશે. આના સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની ફિલ્મ બ્રમ્હસ્ત્ર માં પણ તેને પડદા ની પાછળ કામ કર્યું છે. આ ફિલ્મ માં જિબ્રાન ખાન આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. એટલે કે અત્યાર સુધી જે જિબ્રાન ને આપને એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મમાં જોયા છે તે હવે જલ્દી જ એક હીરો તરીકે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.