દિમાગથી ચાલાક આ યુવતીએ એક નહિ બલકે અનેક યુવકોને પોતાના મયાજાળમાં ફસાવી કર્યા લગ્ન અને પછી…

આજના સમયમાં આવી ઘટના છેલ્લા ઘણા સમયથી બનતી આવી છે લુંટેરિ દુલ્હનો ઘણા રાજ્યો અને શહેરોમાં જોવા મળી રહે છે જે પહેલા ભોળાભાળાં લોકોને તેના માયાજાળમાં ફસાવે છે પછી તેની સાથે લગ્ન કરી થોડા દિવસ સાસરે રહીને ફરાર થઇ જતી હોઈ છે. હાલ પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જે દુલ્હન ઉચાઇમાં નાની અને દિમાગથી શાતીર જે પહેલા કુંવારા યુવક સાથે લગ્ન કરે છે બાદ માં યુવક બધું સોપી દેતા આ દુલ્હન થોડા દિવસ સાસરે રહીને બધુજ લુંટીને ત્યાંથી ફરાર થઇ જાતી હોઈ છે.

વાત એવી છે કે આ દુલ્હને રાજસ્થાનમાં ઘણા યુવકો સાથે લગ્ન કરી તેને લૂટીને ફરાર થય જાતી હોઈ છે આમ આ દુલ્હને ખુબજ હાહાકાર મચાવ્યો છે. તેને રાજસ્થાનના હનુમાનગઢમાં એક મહિનામાં ત્રણ લગ્ન કરીને વરરાજાને લુંટી લીધા હતા. તેમજ શાતીર એટલા કે કે તે લગ્ન પહેલાજ પૈસા પડાવી લેતા હતા. આ બાદ લગ્ન કરતી અને ૫-૬ દીવસ સાસરામાં રહેતી અને પછી ત્યાંથી તેની ગેંગ જોડે ફરાર થઇ જાતી. અને બીજા શહેરમાં કુંવારા યુવકોને શોધીને તેને ફસાવવા નો પ્લાન બનાવતી.

પોલીસે જણાવ્યું કે દુલ્હન અને તેના સાથીએ 3થી વધુ લોકો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. નેઠરાના ગામના નેકી રામ (35) આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. નેકી રામના ક્યાંય લગ્ન થતા નહોતા. આ દરમિયાન તેમના ગામના કમલેશે તેમને જણાવ્યું કે એક ગરીબ મુસ્લિમ યુવતી તેની ધર્મની બહેન છે. તેના માતા-પિતાનું મોત થઈ ગયું છે અને તે તેની સાથે નેઠરાનામાં જ રહે છે. કમલેશે કહ્યું કે તેના લગ્ન તે યુવતી સાથે કરાવી દેશે, પરંતુ તેના બદલામાં તેને 1 લાખ 50 હજાર રૂપિયા આપવા પડશે. કોર્ટ-કચેરીનો જે ખર્ચ થશે તે પણ આપવો પડશે.

નેકી રામે કમલેશને લગ્ન માટે હાં કરી તો તે તેને પોતાના ઘરે લઈ ગયો અને એક યુવતી સાથે મુલાકાત કરાવી. યુવતીએ પોતાનું નામ શબનમ પિતાનું નામ નવાબ ખાન અને તેઓ હનુમાનગઢની પારીક કોલોનીમાં રહેતા હોવાનું જણાવ્યું. તેમજ તારીખ ૧૩ મેં, ૨૦૨૨નાં રોજ કમલેશ અને શબનમ નેકી રામને ભાદરા કોર્ટમાં લઈ ગયા, જ્યાં તેઓએ ૫૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવ્યું. નેકી રામે જણાવ્યું કે લગ્ન કરવાની અવેજમાં કમલેશે તેની પાસેથી 1 લાખ 5 હજાર રૂપિયા રોકડા, 10 હજાર રૂપિયા લગ્ન કરાવવા માટે કોર્ટનો ખર્ચ અને 30 હજાર રૂપિયા શબનમને કપડાં સહિત અન્ય વસ્તુ અપાવવાના નામે લઈ લીધા. જે બાદ તે અને શબનમ નેઠરાના આવી ગયા. શબનમ લગભગ 6 દિવસ તેની સાથે ઘરમાં રહી. જે બાદ એક દિવસ કમલેશે કહ્યું કે તે સવારે આવીને લઈ જશે, કમલેશ ગાડી લઈને આવ્યો અને શબનમને સાથે લઈ ગયો.

આમ ત્યારે નેકી રામે વિશ્વાસ રાખીને શબનમને કમલેશ સાથે મોકલી દીધી. આમ તે પછી દુલ્હન ફરાર થઇ ગઈ હતી અને બીજા દિવસેજ યુવતીએ નેઠરાનામાં યુવક નેકી રામ સાથે લગ્ન કર્યા બાદ 23 મેનાં રોજ ખચવાનાના ધર્મપાલ (27) સાથે લગ્ન કર્યા. ઠગોએ અહીં પણ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવ્યું અને લગ્નના નામે 2 લાખ 24 હજાર રૂપિયા પડાવ્યા. જેના 10 દિવસ પછી યુવતીએ કૈથલના અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા. ધર્મપાલે પણ પોલીસને ફરિયાદ કરીને છેતરપિંડીનો કેસ કર્યો છે. પીડિતે આરોપ લગાવ્યો કે શબનમ અને કમલેશે મળીને લગ્નના નામે તેની પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *