સુરતના આ કાપડના વેપારીએ પેલા મોજથી ગરબા રમ્યા અને પછી 10માં માળેથી કૂદી મૌતને વ્હાલું કર્યું! થોડા સમય પહેલાજ… જાણો વિગતે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક કાપડના વેપારીએ 10માં માળેથી કૂદીને કર્યો આપઘાત. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ આપઘાતની ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે જ્યાં વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી ગ્લોરિયસમાં બીજા માળ ઉપર રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા 28 વર્ષીય નીતિન મહેન્દ્રભાઇ જૈને તેમની જ બિલ્ડીંગના 10માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. નીતિનની રિંગરોડ ખાતે આવેલા ઇન્ડિયન માર્કેટમાં કાપડની દુકાન છે. ગત શુક્રવારના રોજ તે તેમના નિવાસસ્થાને જ10માં માળે રહેતા કોઇ સંબંધીને મળવા માટે ગયો હતો, અને ત્યાંથી જ તેને મોતની છલાંગ લગાવી હતી. જે બાદ અરેરાટી થવા પામી હતી.

આ ઘટના બાદ પરિવારને આ ઘટના અંગે જાણ થતા જ નીતિનને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ મામલે ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નીતિનના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા.

આમ આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન તે ઘરમાં કોઇને કહ્યા વગર જ ક્યાંક ચાલ્યો ગયો હતો, જેની ફરિયાદ પણ ઉંમર પોલીસમાં નોંધવામાં આવી હતી, પરંતુ 2 વિસ બાદ જ તે પરત આવી ગયો હતો. ત્યારે તે કોઈને કહ્યા વગર જ મોરેશિયસ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો હોવાના કારણે તે હાઈપોઈ ગ્લોરિયસમાં મિત્રો સાથે ગરબા પણ રમ્યો હતો અને અચાનક તેને કેમ આવું આત્મઘાતી પગલું ભર્યું તે રહસ્ય બની ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *