સુરેન્દ્રનગરના આ હાસ્યકલાકારે કર્યું સરાહનીય કાર્ય, પુત્રવધુના 25 માં જન્મદિવસ નિમિતે….

મિત્રો વાત કરીએ તો જીવનમાં આપણે બધાજ તહેવારો ઉજવતા હોઈએ છીએ અને આખા વર્ષમાઁ એકવાર આપણો જન્મ દિવસ પણ આવતો હોઈ છે જન્મ દિવસના દિવસે આપણે ખુબજ ખુશ હોઈએ છીએ તેમજ તે દિવસે આપણ ને ઓળખતા લોકો આપણ ને જન્મ દિવસની ખુબ સરી શુભકામનાઓ આપતાં હોઈ છે તેમજ તે દિવસે આપણા જન્મ દિવસની પણ ઉજવણી કરતા હોઈ છે. જેમાં પરિવારના બધા લોકો તેમજ સગા વાહલાઓ,મિત્રો વગેરે આવતા હોઈ છે. તેમજ લોકો જન્મ દિવસના દિવસે ગરીબ લોકોને જમવાનું સાથે સાથે પૈસા નું પણ દાન કર્તા હોઈ છે. અને ખુશીઓ મેળવતા હોઈ છે.

વાત કરીએ તો હાલ એક તેવોજ દાનનો કિસ્સો સામે આવી રહેતો છે જેમાં એક હાસ્ય કલાકારે પુત્રવધૂના 25મા જન્મદિને રૂ.25 લાખનું દાન કર્યું. જે ખુબજ પ્રશંસનીય કાર્ય છે. બાળકોના શિક્ષણ પાછળના દાન જે શાળા ને કરવામાં આવ્યું છે તે શાળા એ આ હાસ્ય કલાકરની ખુબજ આભાર માન્યો છે. તમને જણાવીએ તો આ હાસ્ય કલાકર સુરેન્દ્રનગરના વતની છે. જેની દેશ વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે જેમની સારી નામના છે તેવા હાસ્ય કલાકારે પોતાની પુત્રવધૂના જન્મ દિવસે જમણવાર કે મોટા કાર્યક્રમ રાખ્યો હતો.

 

ખોટા દેખાડા કરવાની જગ્યાએ પુત્રવધૂના 25મા જન્મ દિવસે જુદી જુદી સંસ્થાઓમાં રૂ.25 લાખનું દાન કરીને નવી કેડી કંડારી છે.વધુમાં વાત કરીએ તો સુરેનદ્રનગર જિલ્લાના વતની ડો.જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર તરીકે ખૂબ જાણીતા છે. દેશ વિદેશમાં તેમના અનેક સફળ પ્રોગ્રામો યોજાતા હોય છે. તા.12 ઓકટોબર 2017ના રોજ તેમના 50 વર્ષ પૂર્ણ થયા હોય વાન પ્રસ્થાનના વધામણાનો કાર્યક્રમ કર્યો હતો. આમ જેમાં રૂ.11 કરોડનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો. અત્યાર સુધીના 5 વર્ષમાં તેઓ રૂ.5 કરોડથી વધુનું દાન આપી ચૂક્યા છે. ​​​​​​​તેમના પુત્રવધુ ડો.રૂષાલી મૌલીકભાઇ ત્રિવેદીનો 8 જુલાઇના દિવસે 25મો જન્મ દિવસ હતો. આ જન્મ દિવસે તેમણે રૂ.25 લાખનું દાન કર્યું હતું.

જેમાં જાણીતા કથાકાર રમેશભાઇ ઓઝાના વતન દેવકા ખાતે આવેલી વિદ્યાપીઠમાં કન્યાઓને શિક્ષણ માટે વર્ગખંડ બનાવવા માટે રૂ.15 લાખ તથા લીંબડી કેળવણી મંડળ સંચાલીત પાણશીણા, શિયાણીની શાળાઓમાં લાયબ્રેરી અને ઓરડા બનાવવા માટે રૂ.10 લાખનું દાન આપ્યું હંતુ. આ બાબતે ડો.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે જન્મ દિવસની ઉજવણી પાછળ ખર્ચ કરીને ખોટો દેખાડો કરવા કરતા આવી સંસ્થાઓમાં દાન આપવાથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થાઇ શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.