આ કપલ ને ધોધ પાસે પ્રી વેડીંગ ફોટોશુટ કરવુ ભારે પડયું ! એક જોરધર મોજુ આવ્યુ ને જે થયું…. જુઓ વિડીઓ
આજકાલ એવા અજીબો કિસ્સા જોવા મળતા હોય છે કે જેના પર આપને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે.લોકો શો ઓફ કરવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પોતાના જીવનનું મૂલ્ય જ ભૂલી ગયા છે.લોકો ચર્ચામાં આવવા માટે અનેકો નવા નવા પ્રયોગો કરતા હોય છે જેના પરને ઘણીવાર તેમનું જીવન સંકટમાં મુકાઇ જાય છે.હાલમાં આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે જેમાં મજાની સજા થી ગઈ છે.જેમાં કપલ પ્રિ વેડિંગ કરવા માટે પાણી ના ધોધ પાસે જાય છે જ્યાં પાણીનો પ્રવાહ વધી જવાથી તેમનું જીવન જોખમમાં મુકાય જાય છે.અને અંતે તેઓનો જીવ બચાવવા પોલીસ આવે છે.
ચિત્તોડગઢ ના રવતભાતા પાસે ચૂલિયા ધોધ નજીક પ્રી વેડિંગ ફોટો શૂટ કરવા આવેલા યુવક યુવતી પાણીમાં ફસાઈ ગયા હતા.ફોટો શૂટ કર્યો વખતે આ કપલ ની સાથે આવેલા અન્ય બે યુવક યુવતી પણ પાણીના જોરદાર પ્રવાહ માં ફસાઈ ગયા હતા.આવેલા કેમેરા મેન પોતાની જાણ બચાવી જેમ તેમ કરીને પાણીની બહાર નીકળી પોલીસને બચાવવા માટે સૂચના આપી હતી.પોલીસ અને સિવિલ ડિફેન્સ ની મદદથી લગભગ ત્રણ કલાકના સમયગાળા બાદ યુવક યુવતી ને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.ત્યાર પછી પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં જવા પર અને ફોટો શૂટ કરવા માટે આ ચારેય વ્યક્તિઓ ને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.
આ યુવક યુવતી ની ૧ ડિસેમ્બર ના રોજ લગ્ન છે.આ ઘટના અંગે જાણકારી આપતા પોલિસ અધિકારી રાજારામ ગુર્જર એ જણાવ્યું કે મંગળવારે રાળા પ્રતાપ સાગર બંધ માંથી પાણી છોડવામાં આવ્યું હતું.જેના કારણે ચૂલોયા ધોધ નો પાણીનો પ્રવાહ વધારે જોવા મળયો હતો. પથ્થરોની આજુબાજુ ઉંડાણ સુધી પાણી જોવા મળ્યું હતું.તે સમયે જ કોટા થી આવેલા આશિષ ગુપ્તા અને તેમની થનારી પત્ની શિખા લગ્નની પહેલા પ્રિ વેડિંગ સેરેમની ફોટોશૂટ કરવા માટે વરરાજા પોતાના મિત્ર અંશુ અને કન્યા તેની માસીની દીકરી મિલાન ની સાથે કેમેરામેન ને લઈને પાણીમાં ફોટો શૂટ કરવા પહોંચ્યા હતાં.
યુવક અને યુવતી પથ્થરો પર બેસીને ફોટો પડાવી રહ્યા હતા. તે જ સમયે પાણીનો પ્રવાહ વધવા લાગ્યો અને પાણીના મોટા મોજા ઉછળ્યા.અને લહેરોમાં તુફાન આવવા લાગ્યું.આથી કેમેરામેને યુવક યુવતી ને બહાર નીકળી જવા કહ્યું.પરંતુ એ ચારો માંથી કોઈએ એમની વાત માની નહિ.ખતરો વધારે જોતા કેમેરામેન પાણીની બહાર નીકળવા લાગ્યો.ત્યાં જ તેનો કેમેરો પાણીમાં પડી ગયો આથી તે પોતાની જાન બચાવવા માટે બહુ જ મહેનત પછી પાણીની બહાર નીકળી શક્યો.આ વિશે કેમેરામેન ને પૂછવા પણ તેને જણાવ્યું કે મને લાગ્યું કે હું કદાચ બચી શકું છું આથી હું બહાર નીકળી ગયો.આમ હું નીકળ્યો અને કૂદકો માર્યો ત્યાં મારો કેમેરો પાણીમાં પડી ગયો.મે કહ્યુ જીવન બચવું કેમેરો પછી નવો લઇ લઈશ.
પોલીસ અધિકારીએ રેસક્યું ઓપરેશન અંગે વાત કરતા જણાવ્યું કે તેઓ ચારેય યુવક યુવતી ઓ પથ્થર પર ફસાયેલા જોવા મળ્યા.અમે સૌથી પહેલા રાળાં પ્રતાપ સાગર બંધ ના દરવાજાઓ બંધ કરી દીધા.જેનાથી પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો.ત્યાર પછી સિવિલ ડિફેન્સ ની મદદથી લગભગ ત્રણ કલાકના સમયગાળા બાદ તેઓ ચારેય યુવક યુવતી ને પાણીની બહાર સલામત રીતે કાઢવામાં આવ્યા હતાં.ચારેયને પ્રતિબંધિત વિસ્તારમાં ફોટો શૂટ કરવા બદલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.અને ગિરફ્તાર કરવામાં આવ્યા.હાલમાં તો તેઓને પૂછપરછ કરવામાં આવી રહી છે.