યુટ્યુબ દ્વારા આ દંપત્તી કરી રહ્યુ છે લાખો રૂપિયાની કમાણી, એક સમયે ઝૂંપડીમાં રહેતા આજે ધરાવે છે લક્ઝયુરિયસ કાર અને બંગલો… જાણો તેમની કહાની

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ યૂટ્યૂબરની કહાની જણાવીશું તમને તેના વિશે જાણી 100% ગમશે. હા અમે વાત કરી રહયા છીએ એક યુટ્યુબર વિશે તમને તરતજ ખ્યાલ આવશે કે સોશિયલ મીડિયા ના સમયમાઁ લોકો તેમનું ટેલેન્ટ દેખાડીને ખુબજ આગળ વધી રહયા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમને રોજગારી પુરી પાડતું થયું છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

આ યૂટયુબર દંપતી કે જેણે શરૂઆતમાં ખુબજ સંઘર્ષ કર્યો, પરંતુ આજે તે યુટ્યુબ દ્વારા જ લાખોની કમાણી કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે મહારાષ્ટ્રના સોલાપુર મોહોલના ગણેશ શિંદેની. જેના યુટ્યુબ પર 8 લાખ 50 હજારથી વધુ અને ઇન્સ્ટાગ્રામ પર 2 લાખ 53 હજારથી વધુ ફોલોઅર્સ છે. અને લોકો પણ તેમને ખુબજ પસંદ કરે છે અને તેમી યુટ્યુબ ચેનલ ને પણ લાઈક આપી રહયા છે. આ મુકામ મેળવવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. જે આ યુટ્યુબરે કર્યો છે. તેમજ વાત કરીએ તો એટલું જ નહીં, યુટ્યુબે ગણેશનું આખું જીવન બદલી નાખ્યું છે. પરંતુ થોડા સમય પહેલા ગણેશની ટીકા થઇ રહી હતી. જેની પાસે થોડા મહિના પહેલા પત્નીની ડિલિવરી માટે પૈસા ન હતા, તેને અચાનક પૈસા કેવી રીતે મળ્યા? આવો આરોપ ગણેશ શિંદે પર લગાવવામાં આવ્યો હતો. જેનો જવાબ ખુદ ગણેશે જ મીડિયાને આપ્યો હતો.

આમ ગણેશ શિંદેએ કહ્યું, આ પૈસા યુટ્યુબથી કમાયા છે. અમે YouTube વીડિયો પરની જાહેરાતોથી કમાણી કરીએ છીએ. તેમાંથી મળેલા પૈસા અમે બચાવ્યા અને તેમાંથી કાર ખરીદી. ટીકાને ધ્યાનમાં લીધા વિના ગણેશ દર બે દિવસે એક વીડિયો બનાવી રહ્યો છે. ગણેશ વિડિયોનો લેખક, કેમેરામેન, દિગ્દર્શક અને કલાકાર પણ છે. તેના ગ્રામજનો અને મિત્રો પણ ગણેશની સફળતાની ઇર્ષ્યા કરે છે. ગણેશે યુટ્યુબ પર તેની ચેનલ શરૂ કરતાની સાથે જ તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ગણેશના વીડિયોમાં સૌથી લોકપ્રિય કલાકાર શિવાની છે, જે માત્ર સાડા ત્રણ વર્ષની છે.

તેમજ વાત કરીએ તો ગણેશ શિંદેનો પરિવાર હવે YouTube દ્વારા આર્થિક રીતે સ્થિર છે. અને આ માધ્યમથી મળેલા પૈસાથી તેણે ઘર બનાવ્યું. થોડા દિવસો પહેલા તેણે ફોર વ્હીલર કાર પણ ખરીદી. આમ ગણેશના જીવનની વાત કરીએ તો ગણેશ યુટ્યુબ ચેનલ ચાલુ કર્યા પહેલા પ્લમ્બરનું કામ કરતો હતો અને પરિવારનું ભરણ પોષણ કરતો હતો. પરંતુ કોરોનાના કારણે તેનું કામ બંધ થઇ ગયું. પછી તેમણે યુટ્યુબ ઉપર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તેમના દ્વારા બનાવવામા આવેલા વીડિયો લોકોને ખુબ જ પસંદ આવવા લાગ્યા. અને આજે તે લોકો પતરાંના કાચા મકાનમાંથી નીકળી અને એક સારા એવા ઘરમાં રહે છે.

આમ ગણેશ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. રમૂજના નામે અશ્લીલતા પણ નથી. ગણેશ અને યોગિતાએ બનાવેલા વીડિયોમાં ગ્રામીણ માટીની સુગંધ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.