તસ્વીરમાં દેખાતી આ ક્યૂટ ગોલુ-મોલૂ દીકરી હાલ હજારો લોકોના દિલો પર રાજ કરે છે ! જુઓ કોણ છે?
જો વાત કરવામાં આવે તો ફિલ્મ જગતમાં અત્યાર સુધી ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જે આજે પણ ફિલ્મ કરવામાં ખુબજ રુચિ ધરાવતા હોઈ છે જોકે અમુકે એવા પણ એક્ટર છે જે ઘણા વર્ષોથી ફિલ્મ જગતમાં કામ કરતા આવ્યા છે અને હવે ધીરે ધીરે ના ફિલ્મો કરવાનું બંધ કરી દીધું છે તેમાંથી એક હિરોઈન વિષે આજે તમને જણાવીશું. જેણે 90ના દાયકામાં લોકોના દિલો પર રાજ કર્યું હતું. તેમજ તેમના ચાહકો આજે પણ ખુબજ છે આવો તમને આ મશહૂર અભિનેત્રી વિષે વિગતે જણાવીએ.
તમને નો ખ્યાલ હોઈ તો જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ સ્ટાર્સના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટ્રેન્ડ ઘણો ફેમસ થયો છે. આ દિવસોમાં પણ એક ખૂબ જ સુંદર છોકરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને ફેન્સ સતત આ છોકરીને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. જો વાત કરીએ તો હકીકતમાં, આ અભિનેત્રીને હિરોઈન નંબર 1 પણ કહેવામાં આવતી હતી. આ છોકરી કપૂર પરિવારની પહેલી દીકરી હતી, જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. આમ આ સુંદર દેખાતી છોકરી બીજું કોઈ નહીં પણ કરિશ્મા કપૂર છે. જેને હાલમાંજ તેના બાળપણની સુંદર તસ્વીર પોસ્ટ કરી હતી.
આમાં સાથે જો તેમના જીવનના સંઘર્ષની વાત કરવામાં આવે તો કરિશ્મા કપૂરે 17 વર્ષની ઉંમરે ફિલ્મ પ્રેમ કૈદીથી ડેબ્યૂ કર્યું હતું. જે પછી તેણે ક્યારેય પાછળ વળીને નથી જોયું અને લગભગ દોઢ દાયકા સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. જોકે હવે કરિશ્મા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે, તો વળી તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના અને પોતાના બાળકોના ફોટા શેર કરતી રહે છે. કરિશ્મા કપૂરે હાલમાં જ તેના બાળપણનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે સફરજન ખાતા જોવા મળી રહી છે.
ફિલ્મો સિવાય કરિશ્મા કપૂરના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં દિલ્હીના જાણીતા બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેણે પુત્ર કિયાન કપૂર અને પુત્રી સમાયરા કપૂરને જન્મ આપ્યો. પરંતુ ત્યારબાદ અચાનક વર્ષ 2014માં સંજય-કરિશ્માએ છૂટાછેડા લઈને તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા. તેમજ જો કરિશ્મા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે વર્ષ 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’માં કેમિયો કરતી જોવા મળી હતી. આ ઉપરાંત, તેણે વર્ષ 2020 માં ‘મેન્ટલહુડ’ વેબસિરીઝથી OTT ડેબ્યૂ કર્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.