આ દીકરી એ પીએમ મોદી ને કરી ફરીયાદ ! વિડિયો મા એવું બોલી કે વિડીયો થઈ ગયો વાયરલ….જુઓ વિડિયો

ઈન્ટરનેટ ની દુનિયામાં અનેક લોકો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરતા હોય છે અને તેમાં પણ નાના બાળકો ના વીડિયો તો સોશિયલ મીડિયા પર એવા ધૂમ મચાવે છે કે જોનાર દરેક લોકો તે વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરતા હોય છે. નાના બાળકો ના વીડિયો અનેક પ્રકારના જોવા મલતા હોય છે.જેમાં આજે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક દીકરી પીએમ મોદી જી ને ફરિયાદ કરી રહી છે.

વીડિયોમાં નાની દીકરી આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને તેમના સ્કૂલના શિક્ષકો વિરૂદ્ધ ફરિયાદ કરતી જોવા મળે છે. જે પીએમ મોદી જી ને મન ની વાત કહી રહી છે આ દીકરીનો વિડિયો બહુ જ વાયરલ થઇ રહ્યો છે.જે બહુ જ પ્યારો વીડિયો છે જેમાં દીકરી પીએમ મોદીજી ને ફરિયાદ કરી રહી છે કે સ્કૂલના શિક્ષકો એટલું બધું હોમવર્ક આપે છે કે હું રમવા જઈ સકતી નથી.આની સિવાય બાળકી એ પણ કહે છે કે મારી મમ્મી પણ બહુ પરેશાન છે અને તમે સ્કુલવાલા ને સમજાવો કે તેઓ અમારી પાસેથી આટલું બધું કામ ના કરાવે.

તો વાત કરીએ આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાળકી કહી રહી છે કે ‘હેલો મોદીજી, તમે કેમ છો? મારું નામ અલીઝા છે. મારી સ્કૂલવાળા મને એટલું બધું કામ ( હોમવર્ક)આપે છે કેમને બીજું કંઈ કરવાનો સમય જ નથી રહેતો.દરેક સમયે માત્ર કામ કામ કામ કરવું પડે છે.તે લોકોને ખબર નથી પડતી કે આ બાળકો કેટલું કામ કરે છે. તેઓતો માત્ર એટલું જ વિચારે કે બધા વિદ્યાર્થીઓ આ કામ કરી લેશે.તમે તો કહેલું છે કે બાળકોને થોડો રમવા કૂદવા માટેનો પણ સમય આપો પરંતુ તેઓતો અમને રમવા જ નથી દેતા.’

બાળકી આગળ જણાવે છે કે દિવસભર કામ કામ કામ કરવાનું હોય છે માત્ર એક દિવસ ની જ રજા હોય છે. આથી મારા મમ્મી પણ પરેશાન થઈ ગયા છે.તેમને સમજાવો કે આટલું બધું કામ બાળકોને ના આપો.અમારી હજુ આટલી નાની તો ઉંમર છે એમાં અમે સુ કરીશું. જ્યારે અમે મોટા થઈ જઈએ ત્યારે આટલું બધું કામ આપો તો બરોબર છે.આટલી નાની ઉંમરમાં આટલું બધું જ કામ કઈ રીતે કરાય. મમ્મી પણ પરેશાન થઈ જાય છે.બાળકીનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો @kumarayush084 નામની આઇડી પરથી ટવીટર પર શેર કરવામાં આવ્યું છે.આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૩૦૦૦થી વધુ લોકોએ જોયો છે.આ વીડિયોને અનેક લોકોએ પસંદ પણ કર્યો છે.અને આ વિડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે જેમાં એક યુઝર્સ એ લખ્યું છે કે મોદીજી બાળકીની વિનંતી પર વિચાર કરજો.બાળકોથી વધારે તેમના સ્કૂલ બેગમાં વજન હોય છે.ત્યાં જ એક યુઝર્સ એ લખ્યું છે કે મોદીજી સુધી તમારી વાત જરૂર પહોંચશે અને તમારી વાત પર ધ્યાન આપવામાં આવશે.આટલી નાની ઉંમરમાં બાળકો પર મેન્ટલ પ્રેશર ના નાખવામાં આવે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *