આ દીકરીએ રાત-દિવસ એક કરી પૂરું કર્યું પોતાનું સપનું !પિતા શાકભાજીની લારી ચલાવતા અને….દીકરી બિની ન્યાયાધીશ
મિત્રો જેમ તમે જાણોજ છો કે જીવનમાં કડી મહેનત અને અને કંઈક નવું કરવા માટે વ્યક્તિ જે સંઘર્ષ કરતો હોઈ છે તેમાં તેને એક ને એક દિવસ જરૂર સફળતા મળતીજ હોઈ છે. હાલ એક તેવીજ યંગ દીકરી વિશે તમને જણાવીશું. તેમજ જણાવીએ તો આજે ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ બહુ ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે મહેનત કરતા હોય છે અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. તેમજ લોકો અલગ અને ખુબજ ઉપયોગી શોધ કરીને આજે અન્ય યુવાનોં માટે પ્રેરણાદાયી બની ગયા છે. તેવીજ રીતે શાકભાજીની લારી ચલાવનારની પુત્રી બની ન્યાયાધીશ. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.
વાત કરીએ તો જામનગરમાં શાકભાજીની લારી ચલવનારની પુત્રી અને ત્યકતા મહિલા પાર્વતીબેન દેવરામભાઈ મોકરીયાએ સામાજિક અને આર્થિક મુશ્કેલી સામે સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં 35માં ક્રમે સ્થાન મેળવ્યું છે. આમ પાર્વતીબેનએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે ભાઈ અને બે બેન છે જેમાંથી એક ભાઈ અને એક બેન ના લગ્ન થઈ ગયા છે. પિતા દેવરામભાઈ મોકરીયા શાકભાજીની લારી ચલાવે છે. તેમણે સંઘર્ષ કરીને અમને ભણાવ્યા છે. પહેલા બી.કોમ પછી એમ. કોમ અને ત્યારબાદ એલએલબી કર્યું.
આ સાથે વધુમાં જણાવ્યું કે, એલએલબી ચાલુ હતું તે સમય દરમિયાન લગ્ન થયા. આર્થિક સંજોગો અનુકૂળ ન હોવાથી વચ્ચે એક વર્ષ નોકરી પણ કરી હતી. સાસરી પક્ષના વિરોધ વચ્ચે વર્ષ 2016માં એલએલબી પૂર્ણ કર્યું. અને તે જ વર્ષમાં ન ભણવા દેવાના તેમજ અન્ય અનિવાર્ય સંજોગોને કારણે પતિથી અલગ થઈને અલગ જીવન શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જો કે તે બાદ પણ ઘણા સમય સુધી સંઘર્ષ કર્યો હતો આ દિવસોમાં પણ વકીલાતની પ્રેક્ટિસ શરૂ રાખી હતી. જીવનના આ કઠિન સમયમાં સતત હિંમત અને માર્ગદર્શન તેમના સાથી વકીલે આપ્યું હતું.
તેમજ કહ્યું કે “પરીક્ષાની તૈયારી છેલ્લા સાત મહિનાથી જ કરી રહી હતી. દિવસમાં જેટલા કલાક વાંચતી તેમાં પૂરું ધ્યાન આપતી હતી. રાતનો સમયે મારા માટે વધુ અનુકૂળ હતો જેથી વધુ પડતું વાંચન રાત્રે જ કરતી હતી. પરંતુ જે વાંચતી તે એકદમ ફોકસથી વાંચતી હતી અન્ય કોઈ પણ વિચારો અને જીવનમાં ચાલતી ઘટનાઓને મારા પર હાવી ન થવા નો દઈને સંપૂર્ણ ધ્યાન વાંચવામાં જ કેન્દ્રિત કરતી હતી. જે મહેનત રંગ લાવી છે.” આમ અમે ઝુપડપટ્ટીમાં રહતા હતા. અને મારા સિવાય અન્ય ત્રણ ભાઈ બહેનો પણ છે તેમનું ભણવાનું હતું. પરંતુ ધોરણ 12 પછી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ અને તે બાદ પ્રાઇવેટ કંપનીમાં આર.એ નોકરી કરી ઘરમાં મદદ તેમજ ભણવાનો ખર્ચો જાતે ઉપાડી આ સપનું પૂરું કર્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.